16 વર્ષની કિશોરી ગ્રેથાએ શરૂ કરી પર્યાવરણ બચાવો ઝુંબેશ, નોબલ પ્રાઇસ માટે કરાઇ નોમીનેટ

લાઈફમા જો કઈ પણ મેળવવાની ક્ષમતા હોય તો પછી ચાહે ઉંમર નાની હોય કે મોટી તમે કોઈ કાર્ય સરળતાથી કરી શકો છો. ત્યારે ફક્ત 16 વર્ષની કિશોરી પર્યાવરણ માટે હડતાલ પર ઉતરી રહી છે.

પર્યાવરણ સંરક્ષણ એક એવો મુદ્દો છે કે જેને લઇને આજે સમગ્ર વિશ્વ ચિંતાતુર છે. સામાન્ય રીતે જોવા જઇએ તો પર્યાવરણને લઇને દરેક દેશ પોત પોતાના સ્તર પર જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ પહેલી વાર એવુ બની રહ્યું છે કે પર્યાવરણને બચાવવા માટે વિશ્વના લગભગ 1500 થી વધુ શહેરોની વિદ્યાર્થીનીઓ હડતાલ કરવા જઈ રહ્યુ છે, પણ શું તમે તે જાણો છો કે આ વાત વાસ્તવિક કેવી રીતે બની? તમને જણાવી દઇએ કે આ હડતાલના કારણ પાછળ એક 16 વર્ષની વિદ્યાર્થીની છે. જેનું નામ ગ્રેથા થનબર્ગ છે. તો આવો જાણી શા માટે 16 વર્ષની કિશોરી હડતાલ પર ઉતરી રહી છે?

પર્યાવરણને લઇને ઘણી પરેશાન છે ગ્રેથા

તેમના જણાવ્યા અનુસાર, જળવાયુ પરિવર્તન તરફ ઉઠાવવામાં આવેલ પગલા પર્યાવરણને બચાવવા માટે પૂરતા નથી. જે બાદ ગ્રેથાએ ખુદ પર્યાવરણને બચાવવા માટે જાગૃતતા ફેલાવવાનો નિર્ણય કર્યો છે.

ભારતીય PMની પર્યાવરણ સુરક્ષાની માંગ

સ્વીડનમાં રહેતી ગ્રેથા એક ક્લાઇમેટ એક્ટીવીસ્ટ છે. જેણે ભારતના વડાપ્રધાન મોદી પાસેથી પ્રયાવરણ સુરક્ષાને લઇને ગંભીર પગલા ભરવા અંગેની માંગ કરી છે. આ કિશોરીનુ કહેવું છે કે જો તમે આમ કરવામાં અસફળ રહ્યાં તો માનવ ઇતિહાસમાં તમને એક મોટા સ્વરૂપે જોવામાં આવશે. તેમણે વિશ્વના રાષ્ટ્રાધ્યક્ષોના નામ અલગ અલગ વીડિયો મેસેજ જાહેર કરતા, જળવાયુ પરિવર્તનને લઇને કેટલાક ગંભીર પગલા ભરવા માટે કહેવામાં આવેલ છે.

પોતાના ભાષણમાં કર્યો મોદીનો ઉલ્લેખ

વડાપ્રધાન મોદીના નામે જાહેર કરવામાં આવેલ એક સંદેશમાં ગ્રેથાએ જણાવ્યુ કે, પ્રિય શ્રીમાન મોદી, જળવાયુ પરિવર્તનની સમસ્યાને લઇને હવે ફક્ત વાત કરવાથી કામ નહિ ચાલે, પરંતુ હવે તમારે આ વાત પર કોઇ નક્કર પગલુ ભરવું જ પડશે, કારણકે જો તમે પહેલાની જેમ ચાલતુ રહ્યું તો તમે નાકામ થઇ રહ્યા છો અને જો તમે તેમાં ફેલ થયા તો માનવ ઇતિહાસના ભવિષ્યમાં તમને એક સૌથી સારા રૂપમાં યાદ કરવામાં આવશે અને હુ જાણું છું ત્યા સુધી તેમ કરવા નહિ માંગો.

આ ભાષણથી થઇ હતી વિશ્વમાં પ્રસિધ્ધ

ડિસેમ્બર 2018માં પોલેન્ડમાં કરવામાં આવેલ UN ક્લાઇટમેટ ચેન્જ કોન્ફરન્સમાં આપવામાં આવેલ પોતાના આકરા ભાષણ બાદ ગ્રેટા જળવાયુ પરિવર્તન વિરૂધ્ધ એક મોટો ચહેરો બનીને ઉભરી છે. ત્યાં આપવામાં આવેલ એક ભાષણમાં તેણે જણાવ્યું હતું કે, અમને ધરતીની નીચે હાજર તેલ અને અન્ય ખનીજ ભંડારો ને બચાવવાની જરૂર છે. સાથે જ વિશ્વમાં સમાનતા લાવવા પર ધ્યાન આપવાની જરૂર છે.

 191 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી