‘ઔર નહીં બસ ઔર નહીં ‘ગમ’ કે પ્યાલે ઔર નહીં….’, કુંવારાઓની હૈયા વરાળ..!

કોરોના તેરે કારણ…! કર્ફ્યૂના કારણે 1600 જેટલા લગ્ન અટક્યાં

ગુજરાતમાં કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિમાં પણ ગુજરાતમાં પેટાચૂંટણીઓ યોજાઈ હતી. દિવાળીના તહેવારોમાં બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી, મંદિરો અને પ્રવાસન સ્થળ પર લોકો ઉમટી પડી રહ્યા હતા, તે દરમિયાન કોરોનાને કાબુમાં લેવા સરકારે કોઈ પ્લાનિંગ ના કર્યું તે સમયે મીડિયા અને સોશિયલ મીડિયામાં નેતાઓ તથા પ્રજાની ભીડના કારણે કોરોના વિસ્ફોટ થવાનો ભય સતત વ્યક્ત કરવામાં આવ્યો હતો. છતાં સરકારે કોઈ પગલાં લીધા ન હતા અને હવે એકાએક કર્ફ્યુ લાદી દઈને સરકાર કોરોના કાબુમાં લેવા માટે કાર્યવાહી કરી રહી છે. સરકારે વિકટ પરિસ્થિતિમાં પણ બધું જ ખુલ્લું મૂક્યું હતું અને હવે એકાએક અમદાવાદમાં કર્ફ્યુનો આદેશ આપ્યો છે. જેથી હવે ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળાં મારવા જેવો ઘાટ સર્જાયો છે.

અમદાવાદમાં શનિવાર અને રવિવારે લાગનારા 57 કલાકનો કર્ફ્યૂ માત્ર અમદાવાદ શહેર પૂરતો જ છે. રાજ્યના અન્ય તમામ શહેરોમાં રાબેતા મુજબ કાર્ય ચાલુ રહેશે. સતત ફેલાતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે કરફ્યુને કારણે 1600 જેટલા લગ્ન અટકી પડ્યા છે. 22 થી 24 નવેમ્બર દરમિયાન 1600 જેટલા લગ્નનું આયોજન છે. લગ્ન રદ્દ થાય તો ઇવેન્ટ મેનેજમેન્ટના લોકોને ખૂબજ નુકસાન થશે.

મહત્વનું છે કે અમદાવાદમાં ફરીથી અચાનક 2 દિવસના સંપૂર્ણ અને ત્યાર બાદ રાત્રિ કરફ્યુને કારણે લોકોની વધી મુશ્કેલી વધી ગઈ છે. આ કારણે લગ્નનું આયોજન અટવાઈ ગયા છે જેના કારણે હજારો લોકો મૂંઝવણમાં મૂકાયા છે. સરકારનના આ નિર્ણયથી પરિવારજનો અસમંજસમાં મૂકાયા હતા. તેમણે કહ્યું હતું કે તૈયારી માટે ખર્ચો કર્યો અને હવે કરફ્યુ લાગતા અટવાયા છીએ. સરકાર કોઈ નિર્ણય લે તેવી પરિવારે માંગ કરી હતી. 

તહેવારો પર બજારોમાં અને ચૂંટણી સમયે સભાઓમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. સરકારે નિયમો બનાવ્યા પરંતુ ખુદ સરકારે જ તેની અમલવારીમાં ઉદાસીનતા બતાવી છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, કોરોનાના વધતા કેસો માટે જવાબદાર કોણ?

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર