ઈરાને અમેરિકાના સંખ્યાબંધ જાસૂસ પકડ્યા, અમુકને ચઢાવી દીધા ફાંસી…!

અમેરિકા તરફથી મેમાં લગાવવામાં આવેલા કડક પ્રતિબંધો બાદ બન્ને દેશ વચ્ચે તણાવ ચરમસીમા પર છે. ઇરાન મીડિયામાં આવી રહેલા સમાચાર પ્રમાણે 17 અમેરિકન જાસૂસોને પકડયા છે જે કેન્દ્રીય ગુપ્તચર વિભાગ એટલે કે CIA માટે કામ કરતા હતા. તેમાંથી કેટલાંયને ફાંસી આપી દીધી છે. ઇરાનની સરકારી ન્યૂઝ ચેનલે દેશના ઇન્ટેલીજન્સ મંત્રાલયના હવાલેથી કહ્યું છે કે સીઆઈએના ગુ્પ્તચર તંત્રને તોડીને 17 જાસૂસોને પકડી લીધા

મંત્રાલયથી જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે જે લોકને પકડવામાં આવ્યા છે તેમાથી અમુકને ફાંસી આપવામાં આવી છે. બીજી તરફ મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવાયું છે કે પકડાયેલા જાસૂસ સંવેદનશીલ, પ્રાઇવેટ અને આર્થિક કેન્દ્રો, સેના અને સાઇબર ક્ષેત્રમાં નોકરી કરી રહ્યા હતા જ્યાંથી તેઓ મહત્વપૂર્ણ જાણકારી મેળવતા હતા.

ઇરાનની એક શક્તિશાળી પરિષદે શનિવારના રોજ કહ્યું કે રણનીતિક રીતે મહત્વપૂર્ણ હરમુજ જલડમરૂમધ્યમાં તેના દેશ દ્વારા બ્રિટિશ તેલ ટેન્કરને જપ્ત કર્યા બાદ બે સપ્તાહ પહેલાં બ્રિટન દ્વારા એક ઇરાની સુપરટેન્કરને જપ્ત કર્યાની પ્રતિક્રિયા હતી. પર્શિયન ખાડીમાં ઈરાને જે બ્રિટિશ ઝંડાવાળા તેલ ટેન્કરને પકડી લીધું છે, તેને લઇને વડાપ્રધાન ટેરેસા મે અપાતકાલીન સમિતિ સાથે બેઠક કરશે.

પ્રધાનમંત્રી કાર્યાલયની પ્રવક્તાએ રવિવારે કહ્યું કે મંત્રીઓ અને અધિકારીઓ પાસેથી આ ઘટનાક્રમ પર લેટેસ્ટ માહિતી પ્રાપ્ત કરવા સિવય આ ખાડીમાં તેલ ટેન્કરોની સુરક્ષાને લઇને પણ ચર્ચા થશે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી