મિસ ઈન્ડિયા માનસા વારાણસી સહિત 17 સુંદરીઓ કોરોના સંક્રમિત

Miss World 2021ની ગ્રાન્ડ ફિનાલે રદ્દ

કોરોના વાયરસનો પ્રકોપ મુંબઈ શહેરમાં જોવા મળ્યો છે. હવે તેની અસર મિસ વર્લ્ડ 2021ના ગ્રાન્ડ ફિનાલેના ઈવેન્ટ પર પણ પડ્યો છે. કંટેસ્ટેંટ અને મોડલ માનસા વારાણસી કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે, આ સિવાય 17 વધુ લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવતા હતા. કોરોનાનો ઓછાયો મિસ વર્લ્ડ-2021ની ઈવેન્ટ પર પણ પડ્યો છે.હાલના તબક્કે કોરોનાના કારણે આ ઈવેન્ટને પોસ્ટપોન કરી દેવામાં આવી છે.

ભારતનુ પ્રતિનિધિત્વ આ સ્પર્ધામાં કરનાર મિસ ઈન્ડિયા અને મોડેલ માનસા વારણસી પણ કોરોનાની ચપેટમાં આવી છે.આ સિવાય બીજા 17 લોકો પોઝિટિવ હોવાનુ બહાર આવ્યા બાદ હવે આ ઈવેન્ટને પોસ્ટપોન કરી દેવામાં આવી છે.

ગુરુવારે ઈવેન્ટ શરુ થવાના કલાકો પહેલા એલાન કરવામાં આવ્યુ હતુ.હાલમાં મિસ વર્લ્ડના સ્પર્ધકોને પ્યોરટો રિકો દેશમાં આઈસોલેશનમાં રાખવામાં આવી છે.અહીંયા જ ફાઈનલ યોજવાની હતી પણ હવે ફાઈનલની તારીખો નવેસરથી નક્કી કરવામાં આવશે.

ઈવેન્ટના આયોજકોએ કહ્યુ હતુ કે, કોરોનાના વધી રહેલા કેસના કારણે ઈવેન્ટને સ્થગિત કરવામાં આવી છે.કુલ મળીને 17 સ્પર્ધકો અને સ્ટાફ મેમ્બર્સને કોરોના થયો છે.સંક્રમિત થનારામાં ભારતની મનસા પણ સામેલ છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી