17 OBC જાતિને SCમાં સામેલ કરવાનો UP સરકારનો નિર્ણય અયોગ્ય : મોદી સરકાર

નરેન્દ્ર મોદી સરકારે યોગી આદિત્યનાથ સરકારના તે નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો છે જેમાં 17 પછાત જાતીઓને અનુસૂચિત જાતિમાં સામેલ કરવામાં આવી છે. રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતે કહ્યું કે, તેમણે યુપી સરકારના આ નિર્ણયને પરત લેવાની માંગણી કરી છે. કારણકે કાયદાકીય રીતે તે યોગ્ય નથી.

તેઓએ રાજ્યસભામાં કહ્યું કે આ ઉચિત નથી અને રાજ્ય સરકારે આવું ન કરવું જોઇએ. શૂન્યકાળમાં આ મુદ્દો બહુજન સમાજ પાર્ટીના સતીશ ચંદ્ર મિશ્રએ ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યું કે ઓબીસીમાં સામેલ 17 સમુદાયને અનુસુચિત જાતિની સૂચીમાં સામેલ કરવાનો ઉત્તર પ્રદેશ સરકારનો નિર્ણય અસંવૈધાનિક છે કારણ કે અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતી અને ઓબીસી વર્ગની સૂચીમાં બદલાવ કરવાનો અધિકાર માત્ર સંસદને જ છે.

હકીકતમાં બસપા સાંસદ સતીશ ચંદ્ર મિશ્રાએ મંગળવારે રાજ્યસભામાં શૂન્યકાળમાં યુપીની 17 જાતીઓને બંધારણીય પ્રક્રિયા અંતર્ગત અનુસૂચિત જાતીને લિસ્ટમાં ઉમેરવાનો મુદ્દો ઉપાડતા કહ્યું હતું કે યુપી સરકારે ત્રણ દિવસ પહેલાં 17 જાતીઓને ઓબીસી લિસ્ટમાંથી બહાર કરી દીધી અને અનુસૂચિત જાતીનું સર્ટિફિકેટ આપવા માટે કહ્યું. જે સંપૂર્ણ રીતે ગેરબંધારણીય છે.

સતીશ ચંદ્ર મિશ્રાના સવાલને જવાબ આપતા કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહલોતે કહ્યું કે કોઇપણ સમુદાયને એક વર્ગમાંથી હટાવી બીજા વર્ગમાં સામેલ કરવાનો અધિકાર માત્ર સંસદને છે, તેઓએ કહ્યું કે પહેલા પણ આ પ્રકારના પ્રસ્તાવ સંસદને મોકલવામાં આવ્યા પરંતુ સહમતિ ન બની, રાજ્ય સરકારને સમુચિત પ્રક્રિયાનું પાલન કરવું જોઇએ. અન્યથા આવા નિર્ણયો કોર્ટમાં પહોંચી શકે છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી