દહેગામઃ કારમાંથી મળી આવ્યો ૧૭૮ બોટલ ઈંગલીશ દારૂ ,બે વ્યક્તિની અટકાયત …

દહેગામમા ઈંડીકા કારમાંથી ૧૭૮ બોટલ ઈંગલીશ દારૂ સાથે બે વ્યક્તિ અટકાયત અને કુલ ચાર ઈસમો સામે ફરીયાદ નોંધાઇ હતી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક લાલ કલરની ઈંડીકા ગાડી ભરીને અમદાવાદ તરફ જઈ રહી છે તેવા સમયે એલસીબી પોલીસે નહેરુ ચોકડી પાસે વોચ ગોઠવી હાઈવે પરથી પસાર થતી ઈંડીકા ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ ગાડી ચાલક નહી ઉભી રાખતા પોલીસે આ કારનો પીછો કરીને ગાંધીનગર તરફ જતા માર્ગ પર આ કારને ઝડપી લીધી હતી અને કાર નંબર જીજે-૦૧-ડીજેડ-૯૭૨૦ ને ઝડપી લઈને આ ગાડીમા તપાસ કરતા જુદા જુદા પ્રકારનો ૧૭૮ દારૂની બોટલો મળી આવી હતી અને આ દારૂની કીમત રૂપીયા ૫૩,૪૦૦ થવા પામી છે.

કારમાં સવાર વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ પરમાર, અમદાવાદ અને રાજેશભાઈ વીનોદભાઈ કટારા રહેઠાણ- ભાણેમેર, ભીલોડાને ઝડપી લીધા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી તથા દારૂ ભરી આપનાર અને મંગાવનાર થઈ કુલ ચાર ઈસમો સામે ગુનો નોધાયો છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી