17મી લોકસભા: 11મીએ 91 બેઠકો માટે મતદાન

17મી લોકસભાની ચૂંટણીઓ 7 તબક્કામાં યોજાઈ રહી છે. 543 બેઠકો માંથી 91 બેઠકો માટે 20 રાજ્યોમાં 11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કા માટે મતદાન થવા જઈ રહ્યું છે.

91 બેઠકો માંથી ઉત્તર પ્રદેશની 80 બેઠકો માંથી 8 બેઠકો માટે પણ મતદાન થવાનું છે. જેમાં કેન્દ્રીય મંત્રી વી.કે સિંહ, સત્યપાલ સિંહ, મહેશ શર્મા વગેરેનું ભાવી નક્કી થશે. 20 રાજ્યોની 91 બેઠકો માટે ચૂંટણી પંચે ભારે બંદોબસ્ત કર્યો છે.

બીજી તરફ 11મી એપ્રિલે જ્યાં મતદાન થવાનું છે તે છત્તીસગઢના નક્સલવાદી વિસ્તારમાં હુમલાઓ થયા છે. પ્રથમ હુમલામાં ચાર જવાનો માર્યા ગયા છે. બીજા હુમલામાં ભાજપના ધારાસભ્ય સહિત પાંચ જવાનો માર્યા ગયા છે. ચૂંટણી પંચે આ વિસ્તારમાં હજુ વધારે પોલીસ કાફલો મુકવો જોઈએ એવી એક માંગણી થઇ રહી છે.

જ્યાં 11મીએ ચૂંટણીઓ યોજાવાની છે તે બેઠકોના નામો નીચે પ્રમાણે છે…

ઉત્તર પ્રદેશ- સહારનપુર, કૈરાના, મુજફ્ફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાજિયાબાદ અને ગૌતમ બુદ્ધનગર

ઉત્તરાખંડ- ટિહરી, ગઢવાલ, અલ્મોડ, નૈનીતાલ-ઉધમસિંહ નગર, હરિદ્વાર

આંધ્ર પ્રદેશ- અમલાપુરમ, નંધાલ, અનકાપલ્લી, નરસપુરમ, અનંતપુર, નરસરાવપેટ, અરકૂ, નેલ્લોર, બાપત્લા, ઓંગોલ, ચિત્તૂર, રાજમુંદરી, એલુરૂ, રાજામપેટ, ગુંટૂર, શ્રીકાકુલમ, હિંદુપુર, તિરૂપતિ, કડપા, વિજયવાડા, કાકીનાડા, વિશાખાપટ્નમ, કર્નૂલ, વિજયનગરમ,મછલીપટ્ટનમ,

અરૂણાચલ- અરૂણાચલ પશ્ચિમ, અરૂણાચલ પૂર્વ

અસમ- તેજપુર, કાલિયાબોર, જોરહટ, ડિબ્રુગઢ, લખીમપુર

બિહાર- ઔરંગાબાદ, ગયા, નવાદા, ઝમુઇ

છત્તીસગઢ- બસ્તર

જમ્મુ કાશ્મીર- બારામૂલા, જમ્મુ

મહારાષ્ટ્ર- વર્ધા, રામટેક, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગઢચિરૌલી-ચિમૂર, ચંદ્રપુર, યવતમાલા-વાશિમ,

મણિપુર

મેઘાલય- શિલોંગ, તૂરા અને મિજોરમ

નાગાલૈન્ડ

ઓરિસ્સા- કાલાહાંડી, નબરંગપુર, કોરાપુટ

સિક્કિમ

તેલંગાના- અદિલાબાદ, વારંગલ, નાલગોંડા, જાહિરાબાદ, કરીમનગર, મહબૂબાબાદ, ચેવેલ્લા, નિજામાબાદ, મલ્કાજગિરી, સિકમદરાબાદ, હૈદરાબાદ, નગરકુરનૂલ, ભોંગિર, ખમ્મામ, મહબૂબનગર, પેડાપલ્લી

ત્રિપુરા- ત્રિપુરા પશ્ચિમ

અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ

લક્ષદ્વીપ

પશ્ચિમ બંગાળ- કૂચ વિહાર, અલીપુરદુઆર

 109 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી