September 18, 2020
September 18, 2020

વડોદરા સેન્ટ્રલ જેલમાં પહોંચ્યો કોરોના, 18 કેદીઓ સંક્રમિત

વડોદરા સેન્ટ્રલ જેલમાં વિવિધ ગુનામાં સજા ભોગવતા 18 કેદી કોરોના સંક્રમિત

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે વડોદરા શહેરમાં સેન્ટ્રલ જેલમાં 18 કેદીઓને કારોના પોઝિટીવ આવતા તંત્ર દોડતું થયું છે. 17 પાકા કામના કેદીઓ સહિત 18 કેદીઓ સંક્રમિત થયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં પોઝિટીવ કેસનો આંક 4102 થઇ ગયો છે. ગઇકાલ સુધીમાં 45 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને કુલ સાજા થયેલા દર્દીનો આંક 3233 પર પહોંચી ગયો છે. જ્યારે બે વધુ બે દર્દીઓના મોત થતા કુલ મૃતઆંક 70 થયો છે.

શહેરમાં એકસાથે 18 દર્દીઓ સંક્રમણનો શિકાર થતા જેસ સત્તાધીશોએ તકેદારીના ભાગરૂપે કોરોનાથી બચવાના પગલા ભરવાનાં શરૂ કરી દીધા છે. આ લોકોનાં સંક્રમણમાં આવેલા દર્દીઓ અને જેલનાં કર્મીઓને પણ ક્વૉરન્ટાઇન કરવામાં આવશે.

હાલ વડોદરા શહેરમાં કુલ 795 એક્ટિવ કેસ છે, જે પૈકી 139 ઓક્સિજન ઉપર અને 41 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 615 દર્દીની હાલત સ્થિર છે અને આજે વધુ વધુ 2 દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 70 થયો છે.

રાજ્યમાં હાલ 12795 એક્ટિવ કેસ છે, જેમાંથી 87 વેલ્ટીલેટર પર છે અને 12708 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 39612 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,20,662 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર