સાબરકાંઠાઃ ગાંભોઇ હરસોલ રોડ ઉપર ઇગ્લીશ દારૂની ૧૯૨ બોટલ ઝડ્પાઇ

સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા માટે કવાાયત હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી. શાખાના માણસોને જરૂરી માર્ગદર્શન સાાથે ટીમ બનાવી અસરકારક બાતમી મેળવી નાકાબંધી કરી પ્રોહીબીશનની પ્રવૃતિ નાબુદ કરવા બાતમીદારો રોકતા, ખાનગી બાતમી મળી કે, ‘‘શામળાજી તરફથી ગાંભોઇ થી રણાસણ, હરસોલ થઇ અમદાવાદ જવા માટે એક કાળા કલરની સ્વીફટ વી.ડી.આઇ ગાડી નં.જીજે-૦૧-એચ.પી-૭૦૮૧ની ભારતીય બનાવટનો વિદેશી ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને નીકળ્યા છે’’

જે બાતમી હકીકત આધારે તલોદ પો.સ્ટે.ના રણાસણ ચાર રસ્તા પાસે રસ્તા ઉપર બાતમીવાળા વાહનની વોચમાં રહી નાકાબંધીમાં હતા. તે દરમ્યાન ઉપરોક્ત બાતમી મુજબની એક ગાંભોઇ તરફથી બાતમી મુજબની ગાડી દેખાતા તે ગાડી રોકવા નાકાબંધી કરી હતી. તે બાદ ગાડી ઉભી રાખી ભાગી ગયો હતો.જેને લઇ પીછો કરી પકડવા દોડતાં ભાગી છુટ્યા હતાં..

ત્યારે ગાડીની અંદર તપાસ કરતાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની પેટીઓ નંગ-૧૬ કુલ બોટલ નંગ ૧૯૨ કિ.રૂ. ૫૭,૬૦૦/- તથા એક કાળા કલરની સ્વીફટ વી.ડી.આઇ ગાડી નં.જીજે-૦૧-એચ.પી-૭૦૮૧ મળી કુલ્લે કિ.રૂ. કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- નો મળી આવ્યો હતો. સદર સ્વીફ્ટ ગાડીના ચાલક વિરૂધ્ધ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી..

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી