સુરત: મુંબઈથી 9.80 લાખની કિંમતનું 196 ગ્રામ એમડી ડ્રગ મંગાવી વેચવા જતા ત્રણ શખ્સોની અટકાયત

ડ્રગના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને સફળતા સાંપડી છે. ભાગાતળાવ, જે.કે. ચેમ્બર નજીક જાહેરમાં રૂ. 9.80 લાખની કિંમતના 196 ગ્રામ એમડી ડ્રગની આપ-લે કરતા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. આ ડ્રગ મુંબઇથી સુરત પહોંચાડવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મુંબઇથી ડ્રગ લઈ સુરત આવેલો યુવાન પોલીસને હાથ લાગ્યો ન હતો. જેને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એચ.આર. બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે ભાગાતળાવ નજીક કેટલાક યુવાનો ડ્રગ લેવા આવવાના છે તેવી બાતમી સાંપડતા ગુરુવારે એસઓજીની ટીમે ત્યાં વોચ ગોઠવી હતી. જે દરમ્યાન આ ત્રણેય શખ્સોની અટકાયત કરવામા આવી હતી.

આ ત્રણેય પાસેથી રૂ. 9.80 લાખની કિંમતનું મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ કબજે કરાયું છે. જેને મુંબઇનો કોઇ યુવાન આ ડ્રગ આપી ગયો હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈથી આવેલો યુવાન પોલીસે હાથ લાગ્યો ન હતો. જેને પકડી પાડવા પોલીસની ટીમ કામે લાગી છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી