10 ધોરણ પાસ માટે રેલવેમાં નોકરી કરવાની તક

ત્રણ હજાર યુવાનોની પરીક્ષા વગર થશે ભરતી

રેલવેમાં નોકરી મેળવવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે 3 હજારથી વધુ ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવે છે. ઉત્તર રેલવેના રેલવે ભરતી સેલ (RRC NR)એ કુલ 3093 એપ્રેન્ટિસ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rrcnr.org પર બહાર પાડવામાં આવેલું જાહેરનામું ડાઉનલોડ કરી શકે છે અને 20 ઓક્ટોબર સુધી સંપૂર્ણ વિગતો સાથે અરજી સબમિટ કરી શકે છે.

ઉમેદવારો નિર્ધારિત લાયકાતો વિશે વિગતવાર માહિતી rrcnr.org પર બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ચકાસી શકે છે અને એપ્રેન્ટીસશીપ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવી જોઈએ. આ ઉપરાંત, સંબંધિત ટ્રેડમાંથી ITI પ્રમાણપત્ર હોવું પણ ફરજિયાત છે. વય મર્યાદા 15 વર્ષથી 24 વર્ષ નક્કી કરવામાં આવી છે. તમે તમારી માહિતી સાથે અરજી કરી શકો છો.

અરજી માટે 100 રૂપિયાની ફી પણ જમા કરાવવાની રહેશે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 20 સપ્ટેમ્બરથી ચાલી રહી છે અને 20 ઓક્ટોબર સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે અને કોઇ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. એપ્રેન્ટીસશીપ દરમિયાન મળનાર સ્ટાઇપેન્ડ સહિતની અન્ય વિગતો ઉમેદવારો નોટિફિકેશનમાંથી મેળવી શકે છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી