2 વાગે કરવામાં આવશે ગોવાના મુખ્યમંત્રીનું એલાન, 3 વાગે શપથ વિધિ, રાજભવન પહોંચશે કોંગ્રેસ

મનોહર પર્રિકરના અંતિમ સંસ્કાર પહેલાજ કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા આ અંગે રાજ્યપાલને પત્ર લખવામાં આવ્યો છે અને જણાવ્યું હતું કે કોંગ્રેસ મોટી પાર્ટી છે, જેથી તેમને સરકાર બનાવવામાં આમંત્રણ આપવામાં આવે.જેથી ગોવા ભાજપના અધ્યક્ષ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે 2 વાગ્યા સુધીમાં મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લેવાઈ જશે, ત્યાર બાદ ૩ વાગે સપથ ગ્રહણ સમારોહનુ આયોજન કરવામાં આવશે. 

બીજી તરફ કોંગ્રેસના 14 ધારાસભ્ય રાજ્યપાલ સાથે મુલાકાત કરવા માટે રાજભવન પહોંચી ગયા હતા. વિપક્ષના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રકાંત કાવલેકરે જણાવ્યું હતું કે અમારા 14 ધારાસભ્ય રાજ્યપાલ સાથે મળીને સરકાર રચવા માટે દાવો કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે રવિવારે સાંજે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થતાજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગોવા પહોંચી ગયા હતા. અને સતત ધારાસભ્યો સાથે બેઠકોની શરૂઆત કરી દીધી હતી. જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે બપોરના 3 વાગ્યા સુધીમાં તમામ ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ભાજપ તરફથી ગોવા વિધાન સભાના અધ્યક્ષ પ્રમોદ સાવંત નવા મુખ્યમંત્રી બની શકે છે..

 68 ,  3