ગોધરા: પંચમહાલમાં ભેદી વાયરસથી 2 બાળકના મોત, આરોગ્ય વિભાગે તપાસ હાધ ધરી

પંચમહાલ જિલ્લામાં બે ગામમાં બાળકોને મગજનો તાવ આવતાં બંને બાળકોને સારવાર માટે ખસેડતા તેઓના સારવાર દરમિયાન મોત થયા હતા. અચાનક બે બાળકોને મગજના તાવ સાથે ખેંચ આવીને મોત થતાં પંચમહાલ જિલ્લા આરોગ્ય વીભાગ દોડતું થઇ ગયું હતું તેઓને બાળકોના લોહીના સેમ્પલ લઇને વાયરસ ચાંદીપુરમ છે કે નહિ તે માટે પુણા ખાતેની લેબોરેટરીમાં મોકલ્યા હતા. જયાંથી રોપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

બાળકોને કયાં વાયરસથી મોત થયા તેની તપાસ કરવા આરોગ્ય્ વિભાગે સેમ્પલ વડોદરા ખાતે મોકલ્યા હતા. તેનો રીપોર્ટ આવ્યા બાદ બાળકોના મોત કયા વાયરસથી થયું છે તે જાણી શકાશે પણ જિલ્લાના ગોધરા તાલુકાના સાંકલી ગામ તથા ઘોઘંબા તાલુકાના ગરમોટીય ગામના બાળકને મગજનો તાવ આવતાં મોત થતાં આરોગ્ય વિભાગે જીલ્લામાં તપાસ નો દોર ચાલું કર્યો હતો.

આરોગ્ય વિભાગે જિલ્લાના ખાનગી હોસ્પીટલના તમામ ડોકટર સાથે મીટીંગ કરીને શંકાસ્પદ વાયરસના લક્ષણ બાળકોમાં દેખાય તો તરત જ આરોગ્ય વિભાગના અધીકારીને જાણ કરવા જણાવી દીધુ છે. ત્યારે શંકાસ્પદ વાયરસથી બે બાળકોના મોત આરોગ્ય વિભાગની નજરમાં આવ્યું છે.પણ આંતરીયાળ ગામડાઓમાં જો આ શંકાસ્પદ વાયરસની બાળકોને અરસ થઇ હશે કે નહિ તેની પણ આરો્ગ્ય વીભાગ દ્વારા તપાસ કરવી જરુરી બની છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી