1965ના સિક્રેટ મિશનમાં ખોવાયેલા ન્યૂક્લિયર ડિવાઈસથી ફાટ્યું ઉત્તરાખંડનું ગ્લેશિયર ?

1965માં એક ગુપ્ત મિશન દરમિયાન રેડિયોએક્ટિવ ડિવાઈસ ખોવાઈ ગયું હતું

ચમોલીના તપોવન વિસ્તારમાં ગ્લેશિયર ફાટ્યા બાદ વિનાશની આફત આવી છે. એસડીઆરએફ, એરફોર્સ અને તમામ એજન્સીઓ બચાવ કામગીરીમાં દિવસ અને રાત એક કરી છે. રવિવારે આવેલા જળપ્રલયને લઈને ઘણી બધી થિયરીઝ સામે આવી રહી છે. પર્યાવરણવિદ ઋષિગંગા વીજ પ્રોજેક્ટ અને વિકાસની દોડમાં બનાવવામાં આવી રહેલા ડેમ પર આંગળી ચીંધી રહ્યા છે.

બીજી તરફ એવી દલીલ પણ કરવામાં આવી રહી છે કે આ કુદરતનો કહેર છે અને આના માટે મનુષ્ય પ્રવૃત્તિઓ જવાબદાર નથી. આ દરમિયાન તપોવનના રૈણી ગામના કેટલાક લોકો કહે છે કે, 1965માં એક ગુપ્ત મિશન દરમિયાન નંદા દેવી પર્વત પર રેડિયોએક્ટિવ ડિવાઈસ ખોવાઈ ગયું હતું, જેનાથી ઉત્પન્ન થતી ગરમીને કારણે ગ્લેશિયર ફાટ્યું હતું.

1964માં ચીને ઝિનજિયાંગ પ્રાંતમાં પરમાણુ પરીક્ષણ કરાવ્યું. આ પછી 1965માં યુએસની ગુપ્તચર એજન્સી સીઆઈએ હિમાલયના શિખરોથી ચીનની પરમાણુ પ્રવૃત્તિઓ પર નજર રાખવાની યોજના બનાવી. આ માટે ભારતીય ગુપ્તચર વિભાગ (આઈબી)ની મદદથી નંદા દેવી પર્વત પર ગુપ્તચર ઉપકરણ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પર્વત પર 56 કિલોના ઉપકરણો સ્થાપિત કરવાના હતા.

આ ઉપકરણોમાં 8થી 10 ફૂટ ઉંચી એન્ટેના, બે ટ્રાંસ રીસીવર સેટ્સ અને એક પરમાણુ સહાયક ઉર્જા જનરેટર (એસએનએપી સિસ્ટમ) શામેલ હતા. જનરેટરના ન્યૂક્લિયર ફ્યૂઅલમાં પ્લુટોનિયમ સાથેના કેપ્સ્યુલ્સ પણ હતા, જેને ખાસ કન્ટેનરમાં રાખવામાં આવ્યા હતા. ન્યૂક્લિયર ફ્યુઅલ જનરેટર હિરોશિમા પર ફેંકાયેલા બોમ્બના અડધા વજન હતું. ટીમે તેનું નામ ગુરુરિંગપોચે રાખ્યું છે. આ ગુપ્ત મિશન સાથે 200 લોકોની ટીમ જોડાયેલી હતી.

 85 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર