J&K: અનંતનાગમાં અથડામણ, સેનાએ 2 આતંકીનો કર્યો ખાતમો

સુરક્ષા દળોએ શંકાસ્પદ 700 લોકોની અટકાયત કરી

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાતે શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલુ છે. સેનાના જવાનોએ બે આતંકીનો અત્યાર સુધીમાં ઠાર કર્યો છે. જો કે આતંકીની ઓળખ થઈ શકી નથી. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે અથડામણમાં પોલીસનો એક જવાન પણ ઘાયલ થયો છે જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

કાશ્મીર ઝોન પોલીસે જાણકારી આપતા જણાવ્યું કે અનંતનાગમાં ખગુંડ વેરીનાગ વિસ્તારમાં આતંકીઓની હાજરીની ભાળ મળતા જ ઈનપુટ પર જમ્મુ કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફએ સંયુક્ત ઘેરાબંધી અને સર્ચ અભિયાન શરૂ કર્યું. અભિયાન શરૂ થતા જ છૂપાઈ બેઠેલા આતંકીઓએ ટુકડી પર ફાયરિંગ કરવા માંડયું. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને અથડામણ શરૂ થઈ. 

જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષા દળોએ 700 લોકોની અટકાયત કરી છે. આ લોકોની છ દિવસમાં કાશ્મીરી પંડિત, શીખ અને મુસ્લિમ સમુદાયના લોકો સહિત સાત નાગરિકોની હત્યાના કેસમાં અટકાયત કરવામાં આવી છે. અટકાયતમાં લેવાયેલા લોકોમાં આશરે 500 લોકો એવા છે કે જેઓ પ્રતિબંધિત ધાર્મિક અને આતંકવાદી સંગઠનો સાથે શંકાસ્પદ રીતે સંબંધ ધરાવે છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ કાશ્મીરમાં સતત હુમલાને રોકવા માટે આ કાર્યવાહી કરી છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાલિબાનના સત્તામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથીઓના ઉદયને કારણે હુમલા થઈ શકે છે. આ સાથે આતંકવાદીઓ સરળ ટાર્ગેટને નિશાન બનાવી શકે છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી