September 18, 2020
September 18, 2020

દિલ્હી પોલીસે એન્કાઉન્ટર બાદ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના બે આતંકીને ઝડપાયા

 આતંકીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરાયા

દિલ્હી સાઇબર સેલ પોલીસે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના બે આતંકીઓને ઝડપી પાડ્યા છે. સાઇબર પોલીસે બન્ને આતંકીઓને નોર્થ-વેસ્ટ દિલ્હીમાંથી ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં સંખ્યામાં હથિયાર જપ્ત થયા છે.

પ્રાપ્ત મળતી જાણકારી મુજબ ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં અથડામણ દરમિયાન પકડાયેલા આ આતંકીઓની ઓળખ ભૂપેન્દર આલિયાસ દિલાબર સિંહ અને કુલવંત સિંહ તરીકે કરવામાં આવી છે. જેઓ પંજબાના રહેવાસી હતી. પોલીસે જણાવ્યુ કે બન્ને પંજાબના કેટલાક કેસમાં વોન્ટેડ છે. પોલીસે તેમની પાસેથી છ પિસ્ટોલ અને 40 કારતૂસ મળ્યા છે.

BKIને બબ્બર ખાલસા પણ કહેવામાં આવે છે. તે ભારતમાં એક ખાલિસ્તાન આતંકવાદી સંગઠન છે. ભારતીય અને બ્રિટિશ સરકાર શીખ સ્વતંત્ર રાજ્યના નિર્માણના કારણે બબ્બર ખાલસાને એક આતંકવાદી સમૂહ માને છે, જ્યારે તેના સમર્થક તેને પ્રતિરોધ આંદોલન માને છે.

બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ 1978માં બન્યું હતું, પરંતુ 1990ના દશકમાં અનેક વરિષ્ઠ સભ્યો એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. ત્યારબાદ આ આતંકી સંગઠનનો પ્રભાવ ઘટી ગયો હતો. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલને કેનેડા, જર્મની, ભારત અને યૂનાઇટેડ કિંગડમ સહિત અનેક દેશોમાં એક આતંકવાદી સંગઠન ગણવામાં આવ્યું છે.

 36 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર