દુબઈથી પરત ફરેલા હાર્દિક પંડ્યાની 5 કરોડની 2 ઘડિયાળ કસ્ટમ વિભાગે કરી જપ્ત

સંતોષકારક જવાબ ન આપતાં કાર્યવાહી કરાઈ..

ક્રિકેટર હાર્દિક પંડ્યાની 5 કરોડની 2 ઘડિયાળોને કસ્ટમ વિભાગે જપ્ત કરી લીધી છે. હાર્દિક પંડ્યાની પાસે આ ઘડીયાળના ઇનવૉઇસ નહતા અને ન તો તેમણે ઘડિયાળોને તેમણે ડિક્લેયર કરી હતી.

આઈસીસી ટૂર્નામેન્ટમાં બહાર રહ્યા બાદ ટીમ ઇન્ડિયા દુબઈથી ભારત પરત આવી. ટીમની સાથે હાર્દિક પંડ્યા પણ રવિવારે મોડી રાત્રે ભારત પરત ફર્યા હતા. પરંતુ તેમને એરપોર્ટ પર જ કસ્ટમ વિભાગે રોકી લીધા અને 2 ઘડિયાળ ડિટેઇન કરી લીધી. ઘડિયાળોની કિંમત 5 કરોડ રૂપિયા હતી.

હાલમાં જ સમગ્ર આઈસીસી ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યા ફ્લૉપ સાબિત થયા હતા. હાર્દિક પંડ્યા શાનદાર ઑલરાઉન્ડર માનવામાં આવે છે. પરંતુ આ ટુર્નામેન્ટમાં તેઓ તેવું પ્રદર્શન ન કરી શક્યા, જેવી તેમને આશા હતી. ટી-20 ક્રિકેટ વર્લ્ડકપ 2021ની 3 ઇનિંગ્સમાં હાર્દિક માત્ર 69 રન જ બનાવી શક્યો. ખાસ કરીને ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની સાથે મહત્વની મેચમાં પણ તેમણે ખરા સમયે જ વિકેટ ગુમાવી દીધી હતી.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી