September 24, 2020
September 24, 2020

રાજ્ય સરકારે વેપાર ધંધા પુનઃધમધમતા કરવા પ્રોપર્ટી ટેક્ષમાં આપી મોટી રાહત

વાણિજ્યિક એકમોના ધારકોને પ્રોપર્ટી ટેક્ષમાં આપી 20 ટકા રાહત

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વેપાર ધંધાઓ ઝડપથી વેગવાન બને એ માટે રાજ્ય સરકારે આ વિસ્તારોમાં વાણિજ્યિક એકમ ધારકોને ભરવાના થતા પ્રોપર્ટી ટેક્ષમાંથી તા.31 ઓગસ્ટ 2020 સુધી 20 ટકા રાહત આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે જેનો મહત્તમ લાભ લેવા નાગરિકોને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર કોવિડ-19ના કારણે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારના વેપાર ધંધા ઉપર લોકડાઉનના કારણે વિપરિત અસર થઇ હતી. શહેરી વિસ્તારના નાગરિકોને આર્થિક સહાય મળી રહે અને વેપાર ધંધા પુનઃધમધમતા થાય તે માટે આ વિસ્તારમાં આવેલ વાણિજ્યિક એકમોના ધારકોએ ભરવાના થતા પ્રોપર્ટી ટેક્ષમાંથી આ 20 ટકા રાહત આપવાનો મહત્વનો નિર્ણય કરાયો છે.

મહાનગર પાલિકા અને નગરપાલિકાઓને રાજ્ય સરકાર દ્વારા વાણિજ્યિક એકમો માટે જે 20 ટકા રીબેટ જાહેર કર્યુ છે તે અંતર્ગત 5,87,812 વાણિજ્યિક એકમો ધારકોએ આ યોજનાનો લાભ લીધો છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં રાજ્ય સરકાર દ્વારા વાણિજ્યિક એકમોને 20 ટકા પ્રોપર્ટી ટેક્ષમાં રાહત આપવાની યોજના તા. 31/8/2020 સુધી અમલમાં હોઇ તેમજ મહાનગર પાલિકા અને નગરપાલિકા દ્વારા પણ પ્રોપર્ટી ટેક્ષમાં રાહત જાહેર કરી છે.

 28 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર