ફરીદાબાદ : બેખોફ બદમાશોએ ધોળા દિવસે યુવતીને મારી ગોળી, એક આરોપીની ધરપકડ, Video

યુવતીની કોલેજની બહાર ગોળી મારીને કરી હત્યા, ઘટના CCTVમાં કેદ

હરિયાણાના ફરીદાબાદમાં કારમાં સવાર બે બદમાશોએ મિલ્ક પ્લાન્ટ રોડ પર કોલેજની પરીક્ષા આપી બહાર આવેલી 20 વર્ષીય યુવતીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતા. બદમાશોએ પહેલા યુવતીનું અપહરણ કરવા માંગતા હતા જો કે નિષ્ફળતા મળતા આરોપીઓ ગોળી મારીને ફરાર થઇ ગયા હતા. તો બીજી તરફ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

ગઈ કાલે જ્યારે વિદ્યાર્થીની નિકિતા પરીક્ષા આપીને કોલેજમાંથી બહાર નીકળી ત્યારે કારમાં સવાર બદમાશે તેને ગાડીમાં જબરદસ્તીથી બેસાડવાની કોશિશ કરી. નિકિતાએ બેસવાની ના પાડી તો આરોપી તેને ગોળી મારીને ત્યાંથી ફરાર થઈ ગયો. પીડિત યુવતી બીકોમના છેલ્લા વર્ષની વિદ્યાર્થીની હતી. પોલીસે પણ આ કેસમાં સપાટો બોલાવતા હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. મુખ્ય આરોપીનું નામ તૌફીક છે અને તે રાજસ્થાનના મેવાતનો રહીશ છે. 

તો બીજી તરફ યુવતીના પરિવારજનો આ ઘટનાને લવજેહાદ ગણાવી રહ્યા છે. મૃતક નિકિતાની માતાએ જણાવ્યું છે કે, મારી પુત્રીની જેમ ગુનેગારોનું પણ એંકાઉન્ટર કરો..

મૃતકના ભાઈએ કહ્યું કે પ્રશાસ તેની બહેનનાં મોતની રાહ જોઈ રહ્યા હતા. અગાઉ આરોપી વિરુદ્ધ અપહરણનો કેસ નોંધ્યો હતો, પરંતુ પોલીસે તેની સામે કોઈ કડક કાર્યવાહી કરી ન હતી. જો તંત્રએ પહેલાથી જ કડક કાર્યવાહી કરી હોત તો આજે આ ઘટના ન બની હોત

વિદ્યાર્થીની હત્યા અંગે ગુસ્સે ભરાયેલા પરીવારના સભ્યો અને સ્થાનિકોએ મંગળવારે સોહના રોડ પર ચક્કાજામ કર્યો હતો. અને હત્યારાઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી. રસ્તા પર બેઠેલા લોકોએ માંગ કરી છે કે જ્યાં સુધી પ્રશાસન હત્યારાઓ સામે કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી તેઓ કોઈપણ સંજોગોમાં રસ્તા પરથી હટશે નહીં.

 128 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર