2000 રાજપુતાણીઓએ એક સાથે તલવાર રાસ રમી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો…

ગુજરાતની ધરતીએ શુરવીરોની ધરતી કહેવાય છે. આજના કોમ્ય્યુટર અને ટીવી મોબાઇલ યુગમાં ભારતીય સંસ્કૃતિ વિસરાઇ રહી છે. ત્યારે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા એક અનોખો પ્રયાસ કરાયો છે.

જામનગર જિલ્લાના ધ્રોલ ગામે ભૂચરમોરીના મેદાનમાં 2000 કરતા વધુ રાજપુતાણી બહેનો એક સાથે તલવારબાજી કરી હતી. આ મહિલાઓ તસવાર રાસ રમી વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.. ભૂચર મોરી મેદાનમાં સાતમના દિવસે દર વર્ષે મેળો યોજાયો છે. આ કાર્યક્રમમાં સેનાના પૂર્વ વડા અને કેન્દ્રીય મંત્રી વી.કે સિંહ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં છે.

આ તલવાર રાસ માટે રાજ્યના 16 જિલ્લાની 13થી 52 વર્ષની કુલ 2000 મહિલાઓને તાલીમ આપવામા આવી છે. જેમાં મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર,કચ્છ, ગોંડલ, રાજકોટ, જામનગર અને ધ્રોલ સહિતના શહેરોમાં તાલીમ કેન્દ્ર પર તાલીમ આપવામાં આવી છે. આ મહિલાઓ છેલ્લા એક મહિનાથી પ્રેક્ટીસ કરી રહી હતી.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી