2001 Indian Parliament Attack : આજથી 20 વર્ષ પહેલાં.. સંસદ પર થયો હતો આતંકી હુમલો

બહાદુર મહિલાએ 11 ગોળીઓ ઝેલી લોકતંત્રના મંદિરને વેરવિખેર થતું બચાવ્યું

હુમલાનો ખૌફ દશની જનતાના હ્રદયમાં આજે પણ તાજો

આજથી 20 વર્ષ પહેલાં લોકશાહીના મંદિર ગણાતા ભારતીય સંસદભવન પર આતંકી હુમલો થયો હતો. 13 ડિસેમ્બર, 2001નાં રોજ સંસદમાં જ્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું ત્યારે આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલાનો માસ્ટર માઈન્ડ અફઝલ ગુરુ હતો. આ હુમલાનો માસ્ટર માઈન્ડ અફઝલ ગુરુ હતો.

આ કહાની એવી બહાદૂર મહિલાની છે જેણે આતંકીઓ સામે બાથ ભીડીને સામી છાતીએ 11 ગોળી ખાઈ લોકતંત્રના મંદિરને વેરવિખેર થતું બચાવ્યું હતું. આ કહાની એવી નીડર મહિલાની છે જેને પહેલીવાર બહાદુરીનું કોઈ મોટું સન્માન મળ્યું હતું. આ કહાની કમલેશકુમારી યાદવની છે. 

13 ડિસેમ્બર, 2001ના રોજ વહેલી સવારે 11:40 કલાકે 5 આતંકવાદીઓ સંસદ પરિસરમાં પ્રવેશ્યા હતા. જેઓ એક એમ્બેસેડર કારમાં આવ્યા હતા અને તેના પર રેડ લાઈટ લગાવવામાં આવી હતી, જ્યારે આગળના ભાગ પર ગૃહમંત્રાલયનું નકલી સ્ટીકર ચોંટાડવામાં આવ્યું હતું.

આતંકવાદીઓની આ કાર જેવી ગેટ નંબર-12 તરફ વધી, તે સમયે સંસદની સુરક્ષા કરી રહેલા એક અધિકારીને આશંકા ગઈ અને તેણે કારને રોકવાનો પ્રયત્ન કર્યો. અધિકારીએ કારને પાછળ કરવાનું કહ્યું. આ દરમિયાન કારે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ કૃષ્ણકાંતની કારને ટક્કર મારી દીધી. 

આ દરમિયાન કોઈ કંઈ વિચારે, તે પહેલા 5 આતંકવાદીઓ કારની બહાર આવ્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. ગોળીઓનો અવાજ સાંભળીને સંસદ પરિસરમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ હરકતમાં આવ્યા અને તમામ ગેટ બંધ કરી દીધા.  

લગભગ અડધો કલાક સુધી અંધાધૂંધ ગોળીબાર ચાલ્યો હશે અને આખરે સુરક્ષા કર્મચારીઓને 5 આંતકવાદીઓને ઠાર મારવામાં સફળતા મળી હતી. આ આતંકવાદી હુમલામાં 8 સુરક્ષા કર્મચારીઓ સહિત સંસદ પરિસરમાં કામ કરતા એક માળી પણ શહીદ થઈ ગયા. જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.

આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો, તે સમયે 100 જેટલા સાંસદો સંસદ ભવનમાં ઉપસ્થિત હતા, પરંતુ તમામ સુરક્ષિત રહ્યા હતા.

હુમલાના બે દિવસ બાદ દિલ્હી પોલીસે જૈશના સભ્ય અફઝલ ગુરુને જમ્મુ કાશ્મીરમાંથી પકડ્યો હતો. આ ઉપરાંત દિલ્હીની ઝાકીર હુસૈન કોલેજના એસએઆર ગિલાની, અફસાન ગુરુ અને તેમના પતિ શૌકત હુસૈન ગુરુને પકડવામા આવ્યા હતા.

સુનાવણી દરમિયાન અફઝલ, શૌકત હસન અને ગિલાનીને મોત સજા સંભળાવવામાં આવી જ્યારે અફસાન ગુરુને છોડી મુકવામાં આવી. જો કે 2003માં ગિલાની દિલ્હી હાઈકોર્ટમાંથી છૂટી ગયો. આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ત્યારે શૌકત હસનની મોતની સજા ઘટીને 10 વર્ષ કેદમાં પરિવર્તીત થઈ હતી. જ્યારે અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરી, 2013નાં રોજ ફાંસી આપવામાં આવી.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી