2011 વર્લ્ડકપના હિરો યુવરાજસિંહની ધરપકડ, થોડીવારમાં મળ્યા જામીન

યુજવેન્દ્ર ચહલ પર મજાક મજાકમાં જાતિવાદી ટીપ્પણી કરવી પડી ભારે

2011 વર્લ્ડકપના હિરો ક્રિકેટર યુવરાજસિંહની અનુસૂચિત જાતિ સામે અપમાનજનક ટિપ્પણી કરવાને મામલે રવિવારે પોલીસે ધરપકડ કરી હતી. ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ પર મજાક મજાકમાં ટીપ્પણી કરવાનું ક્રિકેટર યુવરાજ સિંહને ખૂબ ભારે પડ્યું છે. યુવરાજ સિંહે રોહિત શર્મા સાથે લાઈવ ચેટમાં યુજવેન્દ્ર ચહલની સામે જાતિવાચક ટીપ્પણી કરી હતી.

હાંસી પોલીસે યુવરાજની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરી હતી. જોકે હાઈકોર્ટના આદેશ પર તેને છોડી મૂકાયો હતો. આ કેસમાં હાઈકોર્ટે થોડા સમય પહેલા તેને આગોતરા જામીન આપ્યા હતા. પોલીસ તેની પાસેથી કેટલાક સવાલનો જવાબ માગ્યા હતા અને જામીનના કાગળિયા રજૂ કરતા તેને છોડી મૂકાયો હતો.

યુવરાજ એકલો આવ્યો ન હતો. તેમની સાથે ચાર-પાંચ સ્ટાફ સભ્યો અને સુરક્ષા કર્મચારીઓ સહિત વકીલો પણ ચંદીગઢથી હિસાર પહોંચ્યા હતા. થોડા કલાકોની કાર્યવાહી અને પૂછપરછ બાદ તે ફરી એકવાર ચંદીગઢ જવા રવાના થયો હતો.

શું છે મામલો
યુવરાજ સિંહ પર અનુસૂચિત જાતિ સમાજ સામે અપમાનજનક અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમની સામે દલિત અધિકાર કાર્યકર્તા રજત કાલસાને હંસી પોલીસ સ્ટેશન શહેરમાં એસસી-એસટી એક્ટ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. યુવરાજ સિંહે આ કેસ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે યુવરાજ સામે પોલીસ સતામણીની કાર્યવાહી પર રોક લગાવ્યો હતો.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી