લોકસભા ચૂંટણી 2019 માટે બધા રાજકીય પક્ષો પ્રચાર માટે મેદાને ઉતર્યા છે. દિગ્ગજ નેતાઓથી લઈને સામાન્ય કાર્યકર્તાઓ પણ આ પ્રચારમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. એવો જ એક વીડિયો સામે આવ્યો છે. મેરઠમાં એક BJP નેતાનો એક એવી વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમે હસવાનું નહીં રોકી શકો.
વીડિયોમાં દેખાઇ રહેલા નેતા મેરઠમાં ભાજપ વ્યાપાર પ્રકોષ્ઠના પ્રદેશ સંયોજક વિનીત અગ્રવાલ શારદા છે. મેરઠમાં વોટની અપીલ કરતાં એક ઉત્સાહી નેતા શ્વાસ રોકીને કમલ…કમલ…બોલતા રહ્યા. તેમનો આ 35 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર જોર વાયરલ થયો છે.
112 , 3