2022ના અંત સુધી આપીશું વેક્સિનના 100 કરોડ ડોઝ : જી-7..

જી-7 દેશ કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, અમેરિકા અને બ્રિટનનું સંગઠન છે

વિશ્વ આખું કોરોના મહામારીની ઝપેટમાં છે .ભાગ્યે જ કોઈ દેશ એવો હશે જે આનાથી બચી શક્યો હોય .અત્યારે આખા વિશ્વના દેશો આ મહામારીમાંથી બહાર આવવાનું અને કોરોનાનો અંત કઈ રીતે થાય તેવું વિચારી રહ્યા છે .

કોરોના મહામારીના કપરા સમયમાં વૅક્સિન જ એકમાત્ર હથિયાર છે .ત્યારે બ્રિટને જાહેરાત કરી છે કે, ગ્રૂપ ઓફ સેવન વર્ષ 2022ના અંત સુધી દુનિયાને કોરોનાની વેક્સિનના 100 કરોડ ડોઝ આપશે. બ્રિટન આ શિખર સંમેલનની દક્ષિણ -પશ્ચિમ ઈંગ્લેન્ડમાં આયોજન કરી રહ્યું છે. તેણે કહ્યું છે કે, તે આવનારા વર્ષમાં ઓછામાં ઓછા 100 કરોડ ડોઝ આપશે. તેમાંથી વેક્સિનના 50 લાખ ડોઝ આવનારા અઠવાડિયામાં દાન કરશે. જી-7 દુનિયાના સૌથી અમીર સાત દેશ કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, અમેરિકા અને બ્રિટનનું સંગઠન છે.

ઉલ્લેખનીય છે કે, આ જાહેરાત એવા સમયે કરાઈ છે ,જ્યારે અમીર દેશોને કહેવાઈ રહ્યું છે કે, તેઓ ઓછા વિકસિત દેશોને કોરોના વેક્સિનેશનમાં મદદ કરે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને 100 ગરીબ દેશોને ફાઈઝરની કોરોના વેક્સિનના 50 કરોડ ડોઝ ફ્રીમાં આપવાની જાહેરાત કરી હતી. સાથે કહ્યું હતું કે, અન્ય સંપન્ન દેશ આ જાહેરાતનું અનુસરણ કરે. આ પહેલા ગુરુવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનિએલ મૈક્રોંએ અમેરિકી પ્રતિબદ્ધત્તાનું સ્વાગત કર્યું અને કહ્યું કે, યૂરોપે પણ આવું કરવું જોઈએ. તેઓએ કહ્યું કે, ફ્રાન્સ વર્ષના અંત સુધી વિશ્વ સ્તરે ઓછામાં ઓછા ત્રણ કરોડ ડોઝ આપશે.

નોંધનીય છે કે ,ગ્રૂપ ઓફ સેવન દેશના નેતાઓએ પોતાની વૈશ્વિક વેક્સિનની વહેંચણીની યોજનાની રૂપરેખા તૈયાર કરતા સમયે વધતા દબાણનો સામનો કર્યો છે. સ્પષ્ટ રીતે દુનિયાભરમાં વેક્સિનની આપૂર્તિમાં મોટી અસમાનતા જોવા મળી રહી છે. અમેરિકાની પાસે વેક્સિનનો ભંડાર છે, અને હાલના અઠવાડિયામાં ત્યાં તેની માંગમાં મોટો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે.

મહત્વનું છે કે ,આ કરેલી જાહેરાતથી વિશ્વના ઘણા બધા દેશોને ફાયદો અને રાહત થશે .

 71 ,  1