2022નું ટ્રેલર? : ચંડીગઢ કૉર્પોરેશનની ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી

AAPનું ઝાડૂ ભાજપ અને કોંગ્રેસ પર ફરી વળ્યુ…. BJP મેયરનો પરાજય

ચંડીગઢ મ્યુનિસપિલ કૉર્પોરેશન ચૂંટણીનાં પરિણામો આવી ગયા છે જેમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસ પર ઝાડૂ ફેરવી દીધું છે. વર્ષ 2022માં પંજાબમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણી પહેલા ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ માટે ખતરાની ઘંટી વાગી ગઈ છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે અને એવામાં માનવામાં આવી રહ્યું છે કે આ પરિણામો પંજાબ ચૂંટણીનું ટ્રેલર છે.

બપોરે 2 વાગ્યા સુધીના પરિણામો, કમળ અને પંજા પર ઝાડૂ ફરી વળ્યું
ચંડીગઢમાં કુલ 35 સીટો છે જેમા તમામ બેઠકો પર પરિણામો આવી ગયા છે. આ પરિણામોમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બની છે, ભાજપ બીજા નંબર પર છે. આદમી પાર્ટી 14, ભારતીય જનતા પાર્ટી 12 જ્યારે કોંગ્રેસ 8 અને અકાલી દળને 1 સીટ પર જીત મળી છે. આ પરિણામોને પંજાબની ચૂંટણીની સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે. આપ નેતાઓ પણ કહી રહ્યા છે કે હવે 2022માં સરકાર પાક્કી જ સમજો.

સર્વેમાં પણ આપ સૌથી આગળ
નોંધનીય છે કે હાલમાં જ ABP-C વોટરનો એક સર્વે સામે આવ્યો છે જેમા 32 ટકા વોટ સાથે આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બની રહી છે. એવામાં અરવિંદ કેજરીવાલ વિધાનસભા ચૂંટણીમાં કોઈ મોટો કમાલ કરી શકે છે.

ભાજપના મેયરને પણ AAPએ હરાવ્યું
ભારતીય જનતા પાર્ટીના મેયર રવિકાંતને આમ આદમી પાર્ટીના દમનપ્રીતે મહાત આપી હતી.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી