તૈયાર રહેજો : 2022ની શરૂઆત ભાવ વધારાથી થશે….

સરકારના આ નિર્ણયથી સામાન્ય જનતાને પડશે મોટો ફટકો

સામાન્ય માણસને આવતા મહિને એટલે કે 1 જાન્યુઆરી 2022થી મોંઘવારીનો જોરદાર ઝટકો લાગવાનો છે. જ્યાં કપડાં અને જૂતા ચપ્પલ ખરીદવાથી લઈને ઓનલાઈન ભોજન મંગાવવું મોંઘુ થઈ શકે છે. હકીકતે 1 જાન્યુઆરીથી રેડીમેડ ગારમેન્ટ્સ પર જીએસટી દર 5 ટકાથી વધીને 12 ટકા થઈ જશે. તેનાથી રેડીમેડ ગારમેન્ટ્સની કિંમત વધશે.

કપડાં વેપારીઓનું કહેવું છે કે જીએસટીમાં વધારો થવાથી રિટેલ વ્યાપારમાં પ્રભાવ પડશે. રેડીમેડના વ્યાપાર સાથે જોડાયેલા વ્યાપારી જીએસટીમાં વધારો થવાનો વિરોધ કરી રહ્યા છે. જોકે સરકારે પોતાના નિર્ણયથી પીછે હઠ નથી કરવા માંગતી. એવામાં નવા વર્ષથી રેડીમેટ ગારમેન્ટ્સ ખરીદવા માટે ગ્રાહકોને વધુ પૈસા ચુકવવા પડશે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે કપડા અને ચપ્પલ જેવા તૈયાર માલ પર ગુડ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GSTને 5 ટકાથી વધીને 12 ટકા કરી દીધો છે. આ ટેક્સ સ્લેબમાં નવો ફેરફાર 1 જાન્યુઆરી, 2022થી લાગુ થઈ જશે.

દેશની મોટી ફૂડ કંપનીઓ Zomato અને Swiggy લોકોને ઝટકો આપવાની છે. કંપની હવે 1 જાન્યુઆરીથી ગ્રાહકોની તરફથી ફૂડ ઓર્ડર કરવા પર GST લગાવવાનું શરૂ કરી દેશે. ભારત સરકારે Zomato અને Swiggy જેવી ફૂડ ડિલિવરી કરનાર ઈ-કોમર્સ ઓપરેટર્સ પર 5 ટકા GST લગાવ્યો છે. હાલના સમય પર રેસ્ટોરન્ટ આ ટેક્સને ચુકવે છે. પરંતુ નવા નિયમ અનુસાર ફૂડ ડિલિવરી ECOs આ ટેક્સને ચુકવશે. આવો તેના વિશે ડિટેલમાં જાણીએ.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી