206 અધિકારી સેના મુખ્યાલયથી ફિલ્ડમાં તહેનાત કરાશે…

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હોદ્દાની જાહેરાત પછી સેનામાં મોટા ફેરફારોને મંજૂરી મળી ગઈ છે. સેના મુખ્યાલયમાં ફેરફાર માટે આખું વર્ષ ચાલેલી કવાયત પછી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બુધવારે હરી ઝંડી આપી દીધી હતી. સેના સંગઠનમાં આઝાદી પછી આ ત્રીજો મોટો ફેરફાર છે.

સેના મુખ્યાલયનું પહેલું પુનર્ગઠન ઓગસ્ટ 1947માં, બીજું 1954માં અને ત્રીજું 1985-88માં થયું હતું. આ રીતે 31 વર્ષ પછી સેના સંગઠનમાં તબદીલ કરાઈ. સૌથી મોટો નિર્ણય 206 ઉચ્ચ અધિકારીને મુખ્યાલયમાંથી નીકાળીને ફિલ્ડમાં મોકલવાનો છે.

સેના પાક.અને ચીન મોરચે ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રૂપ બનાવી રહી છે, જેથી તુરંત કાર્યવાહી કરવામાં આવે.આ અધિકારીઓને ફિલ્ડમાં મોકલવાનો નિર્ણય આ દિશામાં મોટું પગલું છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી