21મી સદીના ટીવી શોમાં 20મી સદીના કલાકારો ધૂમ મચાવે ધૂંમ…!

ધ કપિલ શર્મા શોમાં જુના કલાકારોની નકલોની બોલબાલા..

ધર્મેન્દ્ર- જીતેન્દ્ર-જેકી-અમિતાભ અને શત્રુની નકલો કરતાં કપિલના કલાકારો

કપિલના શોમાં હજુ મુમતાઝ, શર્મિલા અને વૈજયંતીમાલાની એન્ટ્રી ક્યારે..

વહિદા રહેમાન-આશા પારેખ અને હેલન આવી ગયા શોમાં..

મનોજકુમાર અને અમિતાભ હજુ કપિલના શોમાં મહેમાન બન્યા નથી..

નવી રામાયણમાં રામ-સીતાના પાત્રમાં આલિયા અને ઋત્વિક કેવા લાગે…!

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

હાસ્યરસ ક્ષેત્રે ગુજરાતી સાહિત્યમાં ભલે ઓછપ હોય પણ ટીવી સિરિયલ- શોમાં પંજાબ દા પુતર કપિલ શર્માનો સ્ટેન્ડઅપ કોમેડી શો “ધ કપિલ શર્મા શો” આજે સૌથી વધુ લોકપ્રિય છે. તેની લોકપ્રિયતાને જોતાં સલમાનખાને આ શો ખરીદી લીધો છે. શરૂઆતની કરિયરમાં કપિલ શર્માની સાથે બીજા ઘણાં હાસ્ય કલાકારો હતા. પરંતુ એ બધામાં કપિલ પોતાની આગવી શૈલીને કારણે આગળ નિકળ્યો.. જો કે કપિલે પોતાના એક શોમાં પોતાના જુના સાથી કલાકારો રાજુ શ્રીવાસ્તવ સહિત અન્યોને બોલાવ્યાં હતા. કપિલ શર્માના આ શોને શક્તિમાન મુકેશ ખન્નાએ અભદ્ર અને છિછોરાપન શો છે એવો દાવો કરીને મહાભારત ટીવી સિરિયલના મુખ્ય કલાકારોને આ શોમાં બોલાવવામાં આવ્યાં ત્યારે મુકેશ ખન્નાએ હાજર રહેવાની ના પાડી હતી. મહાભારત સિરિયલમાં મુકેશ ખન્નાએ ભિષ્મપિતમહની યાદગાર ભૂમિકા બખૂબી નિભાવી હતી.

મહાભારતના કલાકારો ગૂંફી પેન્ટલ, ગજેન્દ્ર ચૌહાણની જેમ આ શોમાં રામાયણ ટીવી સિરિયલના મુખ્ય કલાકારો રામ-અરૂણ ગોવિલ, સીતા-,દિપિકા ચિખલિયા અને લક્ષ્મણ બનેલા સુનિલ લાહીરીએ પણ શૂંટીંગના સમયની રમૂજી વાતો કરીને સૌને હસાવ્યાં હતા. લગભગ મોટા ભાગના જુના અને નવા કલાકારો આ કપિલના નવા શોમાં આવી ગયા છે. નવી ફિલ્મના પ્રમોશન માટે પણ કલાકારો અને નિર્માતાઓ આ શોનો ઉપયોગ કરી રહ્યાં છે.

ધ કપિલ શર્મા શોમાં જુના કલાકારોની વેશભૂષા ધારણ કરીને શોના નવા કલાકારો ધૂમ મચાવીને ધૂમ કમાણી કરી રહ્યાં છે… કપિલ શર્માં પોતે ખામોશ.. ડાયલોગના બાદશાહ શત્રુઘ્નસિંહાની નકલ કરે છે, કૃષ્ણા અભિષેક એક મલ્ટી સ્ટાર કલાકાર છે અને તે જંપિંગ સ્ટાર જીતેન્દ્ર, અમિતાભ બચ્ચન, જગ્ગુદાદા એટલે કે જેકી શ્રોફની સાથે હી મેન ધર્મેન્દ્રની આબેહુબ નકલ કરીને દર્શકોને હસાવી હસાવીને લોટપોટ કરી નાંખે છે..! કૃષ્ણા અમિતાભની એવી આબેહુબ નકલ કરે છે કે ભોજપુરી કલાકાર રવિ કિસન તો નકલી અમિતાભની જોરદાર એન્ટ્રી જોઇને રીતસર જાણે કે અસલી અમિતાભ આવ્યો હોય તેમ પોતાના સ્થાન પરથી ઉભા થઇ ગયા અને બે ઘડી તો તેમને જોઇ જ રહ્યાં..આ તો પછી તરત કપિલે તેમને અને તેમની સાથે આવેલાં અન્ય ભોજપુરી કલાકાર મનોજ તિવારીને કહેવુ પડ્યું કે, બૈઠિયે…બૈઠિયે..યે તો નકલી હૈ…!

જુના કલાકારોમાં 78 વર્ષના અમિતાભ કયારેક કોઇ ફિલ્મમાં આવી જાય છે પણ 63 વર્ષના જેકી, 79 વર્ષના જીતેન્દ્ર, ખામોશ…ફેમ 74 વર્ષના બિહારીબાબુ શત્રુઘ્નસિંહા અને 85 વર્ષના જટ યમલા પગલા દિવાના..ધર્મેન્દ્ર હવે કોઇ ફિલ્મોમાં આવતા નથી. મિ. ભારતના નામે મશહૂર અને અડધો ચહેરો હાથથી ઢાંકીને બોલનાર અભિનેતા મનોજકુમાર અને અમિતાભ સિવાય બીજા બધા કલાકારો કપિલના નવા શોમાં આવ્યાં છે. 98 વર્ષિય દિલીપકુમાર માંદગીને કારણે આવી શક્યા નથી. જુની ફિલ્મોના જાણીતા નાયકોની જેમ, જેમને ફિલ્મોમાં અભિનેત્રીની છેડતી કરનાર કે રેપ સીન ભજવનાર ખલનાયકોને જોઇને મહિલાઓ ગુસ્સે થતી હતી તેવા ખલનાયકોમાં પ્રેમ..નામ હૈ મેરા પ્રેમ ચોપરા, રણજીત, રઝા મુરાદ, શક્તિકપૂર, ગુલશન ગ્રોવરે પણ પોતાના અંદાજો રજૂ કરીને સૌને ખડખડાટ હસાવ્યાં છે.

જુની ફિલ્મોની અભિનેત્રીઓમાં વહિદા રહેમાન, આશા પારેખ અને હેલેન ત્રણેય એક સાથે આ શોમાં આવીને જુના પ્રસંગો વાગોળ્યાં. જો કે યે રેશ્મી ઝુલ્ફેં..યે શરબતી આંખે..વાળી મુમતાઝ, હિન્દી ફિલ્મોમાં સૌ પ્રથમ બિકીની શોટ આપનાર શર્મિલા ટાગોર માલાસિંહા, સંગમની રાધા વૈજયંતીમાલા હજુ આ શોમાં આવ્યા નથી.

કહેવત છે ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જુન એટલુ સોનું. કપિલના નવા શોમાં તેના સાથી હાસ્ય કલાકારોમાં કૃષ્ણા નકલી જેકી, નકલી જીતેન્દ્ર અને નકલી અમિતાભની સાથે ફિલ્મ ધર્મવીરમાં ધર્મેન્દ્રનો સ્કર્ટવાળો ડ્રેસ પહેરીને દર્શકોને અને શોમાં આવેલા મહેમાનોને મોજે મોજ કરાવે છે,. તેની સાથે જાડિયો કોમેડિયન શારદા કિકૂ હવે નકલી સની દેઓલ બનીને બન્ને ધર્મેન્દ્ર અને સની અલગ અલગ અંદાજમાં અસલની નકલ કરીને ગમ્મત ગુલાલ સાથે હાસ્યની છોળો ઉડાડે છે. જુના કલાકારોની નકલ કરવા છતાં નવી પેઢીના દર્શકોને તે ખૂબ ગમે છે, એ જ બતાવે છે કે જુના કલાકારો આજે ભલે નવી ફિલ્મોમાં આવતા ન હોય પણ તેમની નાચવાની, બોલવાની,, ચાલવાની, ઉઠવાની અને બેસવાની અલગ અલગ શૈલીની નકલ જોઇને આજે પણ નવા દર્શકોને એટલી જ ગમે છે જેટલી જુની પેઢીના દર્શકોને ગમે છે..

જીતેન્દ્રની નાચવાની એક અલગ અંદાજ છે તો શત્રુઘ્નસિંહાની પોતાની ખામોશ..બોલવાની એક અલગ લાક્ષણિક્તા છે. જેકીની કોલર ઉંચો કરીને ક્યા ભીડુ..એમ બોલતા બોલતા ચાલવાની એક અલગ રીતભાત છે તો અમિતાભની ચાલવાની અને બે હાથ ઉંચા કરીને નમસ્કાર દેવીઓ ઔર સજ્જનો..બોલવાની આગવી શૈલી છે. કપિલનો શો 21મી સદીનો છે પણ તેના સાથી કલાકારો 20મી સદીમાં સિનમાના પડદે ધૂમ મચાવનાર અસલ કલાકારોની નકલ કરીને મસ્ત મનોરંજન પૂરુ પાડી રહ્યાં છે…!

કલર્સ ટીવીમાં કપિલનો કોમેડી નાઇટ વીથ કપિલ શો ચાલતો હતો ત્યારે અમિતાભ મહેમાન બન્યા હતા. પણ સોની ટીવીના નવા શોમાં અમિતાભ ભલે હજુ ન આવ્યાં હોય પણ તેમનો કેબીસીનો કાર્યક્રમ કૈ ભઇલા કરોડપતી…ના નામે બતાવાય છે. કપિલના આ શોમાં નવીન ગ્રોવર રિન્કુભાભી અને ડો. મશહુર ગુલાટીની ભૂમિકાની સાથે ધર્મેન્દ્ર અને અમિતાભની પણ સરસ નકલ કરતો હતો. જો કે કપિલની સાથ અણબનાવ બનતા તે હવે આ શોમાં નથી. જેનો લાભ કૃષ્ણાને મળ્યો છે. અને હા, સપનાની ભૂમિકા અને તેના મસ્ત મસ્ત મસાજના નામો સાંભળી સાંભળીને હસતા હસતા મહેમાન કલાકારોની આંખમાંથી આંસુ નિકળી આવતા પણ દર્શકોએ જોયા છે. કપિલના આ શોમાં શત્રુઘ્નસિહા-પૂનમસિંહાનો અને ગાયક કલાકાર ઉદિત નારાયણ-દિપા નારાયણ અને પુત્ર આદિત્ય નારાયણનો શો ખરેખર માણવા જેવો છે,. વિલનની ભૂમિકા પણ ભજવનાર શત્રુઘ્નનો રમૂજી અવતાર જોઇને ઘણાંને નવાઇ લાગશે કઠોર મુખમુદ્રા ધરાવનાર કલાકારોની અંદર પણ એક કોમેડિયનના છુપા તત્વો હોય છે, જે આવા શોમાં બહાર આવે છે.

બીજાને હસાવવુ મુશ્કેલ હોય છે. પણ કપિલના આ જુના શોના એપિસોડ જોઇ જોઇને ગયા વર્ષે આખા લોકડાઉનની વેદનાને ભૂલવાનો પ્રયાસ લાખો અને કરોડો લોકોએ કર્યો છે. આજના નવા કલાકારોમાં એ દમખમ અને કોઇ આગવી શૈલી નથી કે જે તેમની એક આઇકોનિક ઓળખ કે સિગ્નેચર બની જાય. જેમ કે ધર્મેન્દ્રની નાચવાની સ્ટાઇલ સૌથી અલગ છે. અને એ તેમની ઓળખ છે. નવી પેઢીના કલાકારોમાં છે આવી કોઇ આઇકોનિક ઓળખ…? કદાજ ઋત્વિક રોશનની પહેલી ફિલ્મ કહો ના પ્યાર હૈ..માં તેમની નાચવાની સ્ટાઇલ તેની આગવી ઓળખ કહી શકાય.

ઓકે, આજે જો રામાયણ અને મહાભારત ટીવી સિરિયલો બને તો રામ અને સીતાના પાત્રમાં કયા કલાકારો બંધબેસતા હશે..? મહાભારતમાં શકૂનીનો અને ભિષ્મ પિતામહની યાદગાર ભૂમિકા માટે કોને પસંદ કરાય…? આલિયા ભટ્ટ સીતા બને તો રામ માટે.. કદાજ ઋત્વિક રોશન ચાલે..? કલ્પના કિજિયે- જુનામાં અરૂણ ગોવિલ અને દિપિકા ચિખલિયા, નવામાં આલિયા અને ઋત્વિક રોશન..! નવી રામાયણમાં સીતા બનેલી આલિયાના લંકેશ હરણ બાદ રામ બનેલ રોમેન્ટીક હિરો ઋત્વિક રોશન…કલરફુલ ધોતી પહેરીને ધનુષ્ય-બાણ સાથે વન વનમાં ભટકીને સીતે….સીતે…ની બુમો પાડતો કેવો લાગે..?! ધી બેસ્ટ આનસર- કપિલને પૂછવુ પડે…! ક્યોંકિ ઉનકે શો મેં યહી તો સબ હોતા હૈ…!!

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર