જ્યારે ચારે બાજુ લાશો લટકતી હતી….!

વાયુ નામક વિનાશકારી દરિયાઇ ચક્રવાત કે વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકે તે પહેલા તેની દિશા બદલાઇ હોવાના સમાચાર વચ્ચે ગુજરાતની પ્રજામાં હાશકારો જોવા મળી શકે પરંતુ બે દાયકા પહેલાં જ્યારે આવું જ વિનાશકારી વાવાઝોડુ કંડલા બંદર પર ત્રાટક્યું ત્યારે તંત્ર ઉંઘતું ઝડપાયું હતું અને એક હજાર કરતાં વધુ લોકો માર્યા ગયા હતા. કંડલા વિસ્તારમાં તે વખતે ઝાડ પર કે પતરા પર કે વીજળીના થાંભલા પર લાશો લટકતી જોવા મળી હતી. આજે વાયુનો પ્રકોપ જોઇને બે દાયકા પહેલાંની યાદ તાજી થઇ જાય તે સ્વાભાવિક છે.

ઉલ્લેખનીય છે કે, અરબ સાગરના લક્ષદ્રીપના કિનારે પહેલી જૂન, 1998ના રોજ હળવુ દબાણ ઊભું થયું અને ઝડપથી વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું, ત્યારબાદ 4 જૂનના રોજ વધુ ભયાનક બનીને આગળ વધ્યું હતું. 8 જૂને પ્રચંડ વાવાઝોડું વેરાવળ તરફ આગળ વધી રહ્યું હોવાના હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જોકે વેરાવળ તરફ આ વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના હતી પરંતુ અચાનક તેની દિશા બદલાઈ ગઈ હતી અને 9 જુનના રોજ પોરબંદર, જામનગર અને સૌથી વધુ કંડલાના સાગરકાંઠા વિસ્તાર પર ત્રાટક્યું હતું.

કંડલા ઉપર ત્રાટકેલા પ્રચંડ વાવાઝોડાના પગલે જામનગર શહેરમાં 10 હજારથી વધુ લોકોના મોત થયા હતા, જામનગર શહેરના માર્ગો, ગલીઓ વગેરે જ્યાં જુઓ ત્યાં તબાહીના દૃશ્યો જોવા મળતાં હતાં. જામનગરની સરકારી હોસ્પિટલમાં ત્યારે મૃતદેહોના ઢગલાં ખડકાઈ ગયા હતા. 1000 માનવીનાં મૃત્યુ નિપજ્યાં હોવાનું સરકારે જાહેર કર્યું હતું. જેના પગલે રાજકીય પક્ષોમાં ભારે વિવાદ ઊભો થયો હતો. સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા કાંઈક છુપાવી રહી હોવાની પણ વિરોધપક્ષ દ્વારા દલીલ કરવામાં આવી રહી હતી. વાવાઝોડાની ઝપટમાં પત્તાંની જેમ ઊડીને દરિયામાં જીવતેજીવ જેમની સમાધિ થઈ ગઈ હતી તેવા હજારો માનવીઓનાં મૃત્યુનો કોઈ હિસાબ આજદિન સુધી મળ્યો નથી.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી