ભારતમાં લોન્ચ થશે આ શાનદાર સ્કૂટર, કિંમત જાણી રહી જશો દંગ

22 KYMCO કંપનીએ ત્રણ સ્કૂટર્સની લોન્ચિંગ સાથે ભારતીય બજારમાં એન્ટ્રી મારી છે. તેમાં iFlow નામનું એક ઇલેક્ટ્રિક સ્કૂટર, જ્યારે Like 200 અને X-Town 300i નામના બે અન્ય પેટ્રોલથી ચાલનાર સ્કૂટર છે. તેની ક્રમશ કિંમત: 90 હજાર, 1.30 લાખ અને 2.30 લાખ રૂપિયા છે.

ભારતમાં વાયુના વધતા જતા પ્રદૂષણનું મોટુ કારણ વાહનો છે. જેમાં દિલ્હી જેવા શહેરોનું વાતાવરણ ઘણું ખરાબ થયું છે. મેટ્રો સીટીમાં લોકોના ઘર દિઠ ચારથી પાંચ ટુવ્હિલર થઇ ગયા છે. સામાન્ય રીતે લોકો લોકલ ટ્રાન્સ્પોર્ટનો ઉપયોગ કરવાને બદલે પોતાના અંગત વાહનનો ઉપયોગ વધુ કરી રહ્યાં છે.

22 KYMCO ના ચેરમેન એલન કેઓએ જણાવ્યું કે ઇલેક્ટ્રિક સ્કૂટર આઇફ્લોને ભારતમાં જ બનાવવામાં આવશે. બંને અન્ય સ્કૂટર લાઇક 200 અને એક્સ-ટાઉન 300આઇને ઇમ્પોર્ટ કરવામાં આવશે. શરૂઆતમાં દેશના છ શહેરો- નવી દિલ્હી, બેંગલુરૂ, પુણે, હૈદ્વાબાદ, કલકતા અને અમદાવાદમાં વેચવામાં આવશે. આ શહેરોમાં 14 ડીલરશિપ હશે. આગામી ત્રણ વર્ષોમાં 300 ટચ પોઇટ્સ સાથે દેશભરમાં ડીલરશિપ નેટવર્ક સ્થાપિત કરવાની કંપનીની યોજના છે.

આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં રીજનરેટિવ બ્રેકિંગ, ક્લાઉડ કનેક્ટિવિટી, રિવર્સ, ક્રૂજ અને ડ્રૈગ રાઇડિંગ મોડ્સ, હિલ આસિસ્ટ, એપ-બેસ્ડ સ્માર્ટ ફંકશન્સ, એલઇડી લાઇટ્સ અને સીબીએસ જેવા ફીચર્સ છે. તેનની ઇલેક્ટ્રિક મોટર 2100W ની વધુ પાવર જનરેટ કરે છે. સ્કૂટરની ટોપ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાક બ્રેક આપવામાં આવી છે. આઇફ્લો 6 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી