ભાવનગરની સરટી હોસ્પિટલમાં 22 વર્ષીય નર્સનો આપઘાત

‘લગ્ન નથી કરવા એટલે પગલું ભરું છું, લવ યુ મમ્મી… લવ યુ પપ્પા’

ભાવનગરમાં આવેલી સર ટી હોસ્પિટલમાં સાંજના સમયે એક યુવતીએ હોસ્પિટલના સ્ટોર રૂમમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ તંત્ર દોડતું થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં નિલમબાગ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે નર્સિંગ સ્ટાફમાં કામ કરતી યુવતીના આપઘાત મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

શહેરની સિવિલ હોસ્પિટલના સાતમાં માળે સ્ટોર રૂમમાં સાંજે 7.30 વાગ્યાના સમયગાળા દરમિયાન અમીબેન તુલસીભાઇ મકવાણા (ઉ. વ.22, રહે. આનંદનગર, ભાવનગર)એ પંખા સાથે દોરડા વડે લટકી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવતા હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું. જ્યારે આ બનાવની જાણ પોલીસ ને થતાં નિલમબાગ પોલીસ મથકના પીઆઈ ભાચકન સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી શરૂ કરી તજવીજ

આપઘાત કરનાર યુવતીની બેગ માંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેને પોલીસે કબ્જે લઈ લીધી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે યુવતી ને લગ્ન નહોતા કરવા તેથી તેને આ પગલું ભર્યું હોવાનો ખુલાસો સુસાઇડ નોટમાં કર્યો છે. તેણીએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે લગ્ન નથી કરવાં એટ્લે આ પગલું ભરું છું, લવ યુ મમ્મી… લવ યુ પપ્પા. જ્યારે બીજી તરફ હોસ્પિટલ માં નર્સિંગ સ્ટાફ ની યુવતીના આપઘાતને પગલે હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું અને તેમજ પોલીસે યુવતી નો ફોન તથા અન્ય વસ્તુઓ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

 72 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી