23 વર્ષની યુવતી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃતમાં ગણતરીની મિનિટોમા લખે છે ઊંધુ લખાણ

kruti

જીવનમા એક ધ્યેય નક્કી કરવો જ ખૂબ જરૂરી હોય છે. ત્યારે કેટલાક લોકો અલગ-અલગ ભાષાના પણ લેખનકાર હોય છે, જેથી તે જીવનમા આકર્ષણનુ કેન્દ્ર બની જાય છે. ત્યારે તમે એક કહેવત પણ સાંભળી હશે કે મન હોય તો માળવે જવાય… તેમજ દ્રઢ નિશ્ચય અપાર સફળતા અપાવે આવુ જ એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પંચમહાલ ના પાવાગઢ માં જોવા મળ્યું છે.

આ યુવતીની અગત્યની વાત એ છે કે થોડા જ સમયમા ઉંધુ લખાણ લખવાની કળા જાણે છે. પાવાગઢ ખાતે રહેતી કૃતિ પંડ્યા ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત ભાષામાં ઉંધુ લખાણ લખી શકે છે માત્ર ગણતરીની મિનિટોમાં જ ઉંધુ લખાણ લખીને તેણે પરિવાર તેમજ સમાજમાં સિદ્ધિ મેળવી છે. આ ઉંધુ લખાણ અરીસાનો ઉપયોગ કરીને જ સીધુ વાંચી શકાય છે.

હાલોલમા આવેલા પાવાગઢ ગામમાં રહેતી 23 વર્ષીય વિધાર્થીની કૃતિ પંડ્યા જે હાલમાં ઈજનેર ક્ષેત્રે અભ્યાસ કરે છે. તે યુવતી પોતાના પરિવાર સાથે પાવાગઢ માં રહે છે. વિધાર્થીની કૃતિ ધોરણ 7 માં ભણતી હતી ત્યારે તે પોતાના મનના વિચારો બહાર લાવવા અથાગ પ્રયત્નો કરતી હતી, ત્યારે એક દિવસ વિચારતા તેમણે ચાર ભાષાઓમાં સટસડાટ ઉધું લખાણ લખવામાં મહારત હાંસિલ કરી હતી.

 77 ,  3