અમદાવાદના IIMમાં કોરોનાના 23 કેસ આવતા ખળભળાટ, કેમ્પેસ કોન્ટેન્મેન્ટ ઝોન જાહેર

10 કેસ આવ્યા બાદ કોન્ટેક્ટ ટ્રેસીંગ કરતા વધુ 14 કેસ પોઝિટિવ મળ્યા

અમદાવાદના IIMમાં કોરોનાના 23 કેસ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. IIMના 80 રૂમ કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે. IIM ગેટ પાસે ટેમ્પરેચર ચેક કર્યા બાદ એન્ટ્રી અપાઈ રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોના સ્કૂલ, કોલેજ, સચિવાલય સુધી પહોંચી ગયો છે. અમદાવાદ ખાતે આવેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ ખાતે છેલ્લા બે દિવસમાં 23 જેટલા કેસો સામે આવ્યા છે, જેથી કેમ્પસને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કન્ટેન્મેન્ટ જાહેર કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ચિંતાજનક વધારો નોંધાયો છે. સોમવારે રાજ્યમાં 1640 કેસ, મંગળવારે 1730 કેસ અને આજે 1790 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યું છે તે સ્પષ્ટ છે.  

 45 ,  1