September 25, 2020
September 25, 2020

આંદામાન નિકોબાર દ્વીપ સમુહ માટે સબમરીન કેબલ કનેક્ટીવિટીનો શુભારંભ

1224 કરોડ રૂપિયાના ખર્ચથી લગભગ 2300 કિમી લાંબા સબમરીન ઓપ્ટિકલ ફાઈબરનું ઉદ્ઘાટન

દેશના માળખાગત વિકાસને વધુ વેગ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેન્નાઇથી પોર્ટબ્લેયરને કનેક્ટેડ 2300 કિલોમીટર લાંબી સબમરીન ઓપ્ટીકલ ફાયબરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઓપ્ટિકલ ફાયબરથી આંદામાન નિકોબારના 12 જેટલા ટાપુઓને 4જી કનેક્ટીવિટી મળશે જેને કારણે સમગ્ર વિસ્તારનો વિકાસ થશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટાપુના સમૂહને માત્ર ઇન્ટરનેટ કનેક્ટવીટી જ નહીં પરંતુ આર્થિક વિકાસને પણ વેગ મળશે તેનો ફાયદો સમગ્ર દેશને થશે. મહત્વનું છે કે, સબમરીન કેબલ પોર્ટબ્લેયર, લિટલ આંદામાન, કાર્નિકોબાર, કામોટા, ગ્રેટ-નિકોબાર, ગ્રેટ આયલેન્ડ, અને રંગટ સાથે જોડાશે. આ યોજનાની આધારશીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર માદીએ 30 ડિસેમ્બર 2018ના રોજ રાખી હતી.

PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ આંદામાનના લોકો માટે મહત્વનો છે. તેમણે કહ્યું કે “નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન કરતા, લગભગ દોઢ વર્ષ પહેલા મને સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ કનેક્ટિવિટી પ્રોજેક્ટનો શુભારંભ કરવાનો અવસર મળ્યો હતો. મને ખુશી છે કે હવે તેનું કામ પૂરું થયું છે અને આજે તેના લોકાર્પણનું પણ સૌભાગ્ય મને મળ્યું છે.”

 38 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર