જો તમને કોઇ એવું કહે કે સોનાનો આઇસ્ક્રીમ ખાવો છે તો આ વાત તમને મજાક લાગશે કે પછી એક સપનું લાગશે. પરંતુ આ મજાક અને સપનું હકીકતમાં બદલાઇ ગયું છે. પણ હવે આ સપના જેવી લાગતી વાતને એક જાણીતા આઇસક્રીમ પાર્લરે સાચી બનાવી દીધી છે. આ પાર્લરે માર્કેટમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઇસક્રીમ રજુ કરી છે.આમ તો ભારતીય સંસ્કૃતિમાં સોના અને ચાંદીના વરખનું ભોજનમાં સદીઓથી ઉપયોગ કરતા આવ્યા છીએ અને તેને ખાવાથી સ્વાસ્થ્યથી જોડાયેલા કેટલાક ફાયદાઓ પણ થઇ શકે છે. આ વાતને વિજ્ઞાને પણ સમર્થન આપેલું છે. તો ચાલો જાણીએ આખરે ક્યાં મળી રહ્યો છે આ સોનાનો આઇસ્ક્રીમ તેમજ આ સોનાના આઇસ્ક્રીમની કિંમત કેટલી છે તે જાણીને પણ તમને આશ્ચર્ય થશે.

મુંબઇના Huber & Holly આઇસ્ક્રીમ પાર્લરે 24 કેરેટ સોનાના આ આઇસ્ક્રીમને બનાવ્યો છે અને તેને નામ આપ્યું છે – ધ માઇટી મિદાસ (The Mighty Midas). આ આઇસ્ક્રીમમાં 24 કેરેટ ગોલ્ડ ફૉઇલ સિવાય 17 ઇન્ક્રેડિબલ એલિમેન્ટ્સ ઉમેરવામાં આવ્યા છે. કંપનીએ આ આઇસ્ક્રીમની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે. Huber and Holly નામનું આ આઇસ્ક્રીમ પાર્લર મુંબઇના જુહુમાં છે.

મુંબઇ, હૈદરાબાદ અને અમદાવાદ. ધ માઇટી મિદાસ નામની આ આઇસ્ક્રીમમાં વૈફર કોન સિવાય કેરમલાઇજ્ડ આલમન્ડ્સ, બ્રાઉની, નટી પ્રૈલાઇન, હેજલનટ બૉલ્સ, ફજ, બેલ્જિયન ચોકલેટ આઇસ્ક્રીમ, ગોલ્ડન ચોકલેટ આઇસ્ક્રીમ અને ટોપિંગ્સમાં 24 કેરેટ ગોલ્ડ ફૉઇલ ફ્લેક્સ, પૈશન ફ્રૂટ સિવાય પણ ઘણી વેરાયટી છે. સોશિયલ મીડિયા કૉન્ટેટની માનીએ તો સોનાના આ આઇસ્ક્રીમની કિંમત 1 હજાર રૂપિયા છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી