September 20, 2021
September 20, 2021

ટોક્યો ઓલિમ્પિક પૂર્ણ થયા બાદ 24 વર્ષની ગોલ્ડ મેડાલિસ્ટ મહિલા ખેલાડીનું મોત

ઓલિવિયા પોડમોરનું અચાનક નિધન

ખેલોના મહાકુંભ ટોક્યો ઓલિમ્પિક સમાપ્ત થયું છે. પરંતુ તે પૂર્ણ થતાની સાથે જ એક ચોંકાવનારા સમાચાર પણ સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડની 24 વર્ષીય મહિલા સાઈકલિસ્ટ અને ઓલિમ્પિયન ઓલિવિયા પોડમોરનું અચાનક નિધન થયું છે. ઓલિવીયાએ 2016 રિયો ઓલિમ્પિક અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ઓલિવિયાનું સોમવારે અચાનક મૃત્યુ થયું છે. જોકે તેણે મોતનું કારણ જાણી શકાયું નથી. ઓલિવિયા પોડમોર સૌની મનપસંદ સાઈકાલીસ્ટ હતી. 24 વર્ષીય સાઈકલીસ્ટ હેમિલ્ટન નજીક તેના કેમ્બ્રિજ ઘરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્પોર્ટસ ન્યૂઝલેન્જના ચીફ એક્ઝિક્યુટિવે રાયલન કેસેલને જણાવ્યું હતું કે પોડમોરને તેમના મૃત્યુ પહેલા તમામ સહાય પૂરી પાડવામાં આવી હતી.

સાયકલિંગ ન્યુઝીલેન્ડ ના વડા જેક્સ લેન્ડ્રીએ જણાવ્યું હતું કે અમને એ પ્રશ્ન રહેશે કે પોડમોરને મદદ કરવામાં અમારી એસોસિએશનની ક્યાં ભૂલ થઈ છે. લેન્ડ્રીએ કહ્યું, “ઘણા લોકો હતા જેમણે તેમની કારકિર્દીમાં તેમને મદદ કરી છે. જ્યાં ખોટું થયું તેના પર અમે પગલા લઈશું.

ટોક્યો ઓલિમ્પિકની મેડલ ટેલીમાં ન્યૂઝીલેન્ડની ટીમ 13માં સ્થાને છે. કિવિ ટીમે ગેમ્સમાં કુલ 20 મેડલ જીત્યા હતા, જેમાં 7 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. અમેરિકાએ 39 ગોલ્ડ જીતીને મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

 30 ,  1