ઉપહાર અગ્નિકાંડમાં 24 વર્ષે ચુકાદો, અંસલ બંધુઓને 7-7 વર્ષની સજા

1997ની ભયાનક ટ્રેજેડી જાણીને કંપી ઉઠશો

24 વર્ષ જુના ઉપહાર સિનેમા અગ્નિકાડમાં પુરાવાનો નાશ કરવાના આરોપસર દિલ્હીની કોર્ટે અંસલ બંધુઓ સુશીલ અને ગોપાલ અંસલને 7 વર્ષ સજા ફટકારી છે.

1997 ના ચકચારી ઉપહાર સિનેમા અગ્નિકાડમાં દિલ્હીની એક કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે ઉપહાર સિનેમા અગ્નિકાડમાં પુરાવાનો નાશ કરવાના આરોપસર આરોપી સુશીલ અને ગોપાલ અંસલને 7 વર્ષ સજા તથા બન્નેને 2.5-2.5 કરોડનો દંડ ફટકાર્યો છે. 

કોર્ટે પૂર્વ કર્મચારી દિનેશ ચંદ શર્મા તથા બીજા બે આરોપીઓ પીપી બત્રા અને અનુપ સિંહને પણ સાત-સાત વર્ષની સજા કરી છે. કોર્ટે આ 3 આરોપીઓને 3-3 લાખનો દંડ પણ ફટકાર્યો છે. 

કોર્ટે 8 ઓક્ટોબરે રિયલ એસ્ટેટ બિઝનેસમેન અંસલ બંધુઓ, કોર્ટના એક પૂર્વ કર્મચારી દિનેશ શર્મા તથા પીપી બત્રા તથા અનુપ સિંહને દોષી ઠેરવ્યાં હતા. બીજા બે આરોપીઓ હરસ્વરુપ પંવાર અને ધર્મવીર મલ્હોત્રાનું સુનાવણી દરમિયાન નિધન થયું હતું. 

શું છે ભયાનક ઘટના

13 જુન 1997 ના દિવસે દિલ્હીની ઉપહાર સિનેમામાં બોર્ડર ફિલ્મ ચાલી રહી હતી. મેટિની શો દરમિયાન ફિલ્મ ચાલી રહી હતી ત્યારે સિનેમા હોલમાં અચાનક આગ લાગી હતી જેમાં કુલ 59 લોકો ભડથું થઈ ગયા હતા. આ કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ હતી. સીબીઆઈએ કુલ 16 લોકોને આરોપી બનાવીને ચાર્જશીટ ફાઈલ કરી હતી જે માં ઉપહારના માલિક ગોપાલ અંસલ અને સુશીલ અંસલ પણ સામેલ હતા. 

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી