અંબાજી મંદિરમાં 24મીએ પ્રક્ષાલનવિધિ

માતાજીની આરતી અને દર્શનના સમયમાં થશે ફેરફાર

ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજીમાં ભાદરવી પૂનમ પૂરી થયા બાદ પ્રતિ વર્ષની જેમ 24 સપ્ટેમ્બરે પ્રક્ષાલનવિધિ યોજાશે તેમ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે. મંદિરની પ્રણાલિકા મુજબ .૨૪ સપ્ટેમ્બર ભાદરવા વદ-૪ (ચોથ)ને શુક્રવારના રોજ માતાજીના નિજમંદિરમાં પ્રક્ષાલનવિધિ બપોરે ૦૧:૩૦ કલાકે શરૂ થશે. જેથી દિવસ પુરતો માતાજીની આરતી તથા દર્શનનો સમય આ મુજબનો રહેશે. જેમાં દર્શન સવારે-૭:૩૦ થી ૧૧:૩૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૦૧:૦૦ તેમજ માતાજીની સાંજની આરતીનો સમય આશરે રાત્રે ૦૯:૦૦ કલાકે રહેશે. શનિવાર એટલકે કે 25થી આરતી તેમજ દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા લેવા વિનંતી છે. તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે.

અંબાજીમાં ભાદરવી પૂનમે આવતા લાખો યાત્રિકોની સંખ્યા બાદ પ્રતિ વર્ષ અને પૌરાણિક પરંપરા મુજબ મંદિર પ્રક્ષાલનવિધિ યોજવામાં આવે છે, જેમાં માતાજીના વિવિધ અલંકારો, સવારીઓ, પૂજન સામગ્રી સહિત મંદિર ગર્ભગૃહ, સભામંડપથી માંડી મંદિર પરિસરની સફાઇ કરવામાં આવે છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી