ગુજરાતના દરિયામાંથી પકડાયું 250 કરોડનું ડ્રગ્સ

ATS અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન, 7 ઈરાનીઓની ધરપકડ

ગુજરાતના મધદરીયેથી રૂપિયા 250 કરોડનું હેરોઈન ઝડપાતાં ખળભળાટ મચ્યો છે. ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરીને ગઈકાલે મોડી રાત્રે 7 ઈરાની માછીમારોને હેરોઈનના જથ્થા સાથે ઝડપી લેવાયા હતા. ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા 50 કિલો હેરોઈન ઝડપી પાડ્યું છે. આંતરાષ્ટ્રીય બજારમાં 50 કિલો હેરોઈનના કિંમત 250 કરોડ રૂપિયા છે.

મહત્વનું છે કે ગુજરાત  ATS અને કોસ્ટગાર્ડે ઝડપેલા આ હેરોઈનની કિંમત કરોડમાં હોવાનું મનાઈ રહ્યું છે આંતરાષ્ટ્ર માર્કેટમાં આ પ્રકારના ડ્રગ્સની કિંમત 250 કરોડ હોવાનું જણાઈ રહ્યું છે અગાઉ ભારતીય જળસીમામાં ગેરકાયદે ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે ત્યારે હવે વધુ 50 હિલો હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું છે. 

અહીં ઉલ્લેખનિય છે કે થોડા દિવસ અગાઉ પણ કચ્છના મુન્દ્રાબંદર પરથી સંદીગ્ધ એવા કન્ટેનર્સની તપાસ કરતા માદક પદાર્થોનો જંગી જથ્થો ઝડપાયો હતો, જેમાં 3000 કરોડથી વધુના ડ્રગ્સનો પર્દાફાશ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી મુન્દ્રાબંદર માદક પદાર્થની હેરાફેરી કરવાની બાતમી મળતા ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સને તપાસ હાથ ધરી હતી જેમાં મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જ્યારે આજે વધુ 50 કિલો હેરોઈન સાથે સાત જેટલા ઈરાની નાગરિકોની ધરપકડ કરાતા સમગ્ર મામલે ગુજરાત ATS એ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી