પાકિસ્તાન અદાલતે આતંકી હાફિઝ સઈદને 10 વર્ષની સજા ફટકારી

મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઇદને 10 વર્ષની જેલની સજા

મુંબઇ 26/11ના હુમલાનો માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ-દાવાના ચીફ આતંકી હાફિઝ સઇદને પાકિસ્તાન કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી છે. પંજાબની એક અદાલતે આતંકી ભંડોળના બે કેસોની સજા સંભળાવી છે. મુંબઈમાં આતંકવાદી ઘટનામાં 166 લોકોએ જીવ ગુમાવ્યો અને આ હુમલાએ દેશ સહિત આખી દુનિયાને હચમચાવી નાખી.

ટેરર ફંડીંગ મામલે આદાલતે સજા સંભળાવી છે. મુંબઈમાં આતંકી ઘટનામાં 166 લોકોએ જીવ ગુમાવ્યો અને આ હુમલાએ દેશ સહિત આખી દુનિયાને હચમચાવી નાખી હતી.

જણાવી દઇએ, પાકિસ્તાનની એક એન્ટી ટેરરિઝમ કોર્ટે ગેરકાયદે ફન્ડિંગ કેસમાં હાફિઝ સઇદને 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. હાફિઝ સઇદને સંયુક્ત રાષ્ટ્ર તરફથી આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે, અને તેના પર 10 મિલિયન ડૉલરનુ ઇનામ પણ રાખવામાં આવ્યુ છે.

હાફિઝ સઇદને આતંકી નાણાં પોષણ મામલામાં છેલ્લે 17 જુલાઇએ ધરપકડ કરવામાં આવી હતી, તેને આ વર્ષે ફેબ્રુઆરીમાં એક આતંકવાદ નિરોધ કોર્ટ તરફથી 11 વર્ષની જેલની સજા સંભળાવામાં આવી હતી, તે સમયે તે લાહોરના હાઇ સિક્યૂરિટી વાળી કોટ લખપત જેલમાં છે.

લાહોર કોર્ટના એક અધિકારીએ કહ્યું- લાહોરના આતંકવાદ નિરોધ કોર્ટ (એટીસી)એ ગુરુવારે જમાત-ઉલ-દાવાના ચાર નેતાઓને સજા સંભળાવી, આમાં ચીફ હાફિઝ સઇદ પણ સામેલ છે.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર