ચીનમાં મોટી દુર્ઘટના, ટુરિસ્ટ બસમાં આગ લાગતા 26ના મોત

ચીનના હુનાન પ્રાંતમાં મોડી રાતે એક ટુરિસ્ટ બસમાં અચાનક આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 26 લોકોના મોત નીપજ્યા છે. આ દૂર્ઘટનામાં 28 લોકો ઘાયલ થવાના સમાચાર છે. સ્થાનિક અધિકારીઓ અનુસાર મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ શામેલ છે. મળતી વિગત મુજબ, બસમાં 57 લોકો સવાર હતા.

આગ એટલી ભયાનક હતી કે જોત જોતમાં વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું. લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવે તે પહેલા આગે રોંદ્ર સ્વરૃપ લઇ લીધુ હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજૂ સુધી જાણવા નથી મળ્યું તો બીજી તરફ અધિકારીઓએ આગ કેવી રીતે લાગી તેના તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. હાલ ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

 136 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી