નેપાળમાં 27નાં મોત અને 400થી વધુ ઘાયલ

નેપાળમાં રવિવારે થયેલા ભારે વરસાદ અને ભયંકર તોફાનમાં અત્યાર સુધીમાં 27 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 400થી વધુ લોકો ઘાયલ થયા છે. આ તોફાન નેપાળના દક્ષિણ જિલ્લાના બારા અને નજીકના પારસામાં સાજે આવ્યું હતું, જેને પગલે ભારે તબાહી મચી છે. આ જિલ્લામાં સ્થાનિક પ્રશાસનની સાથોસાથ નેપાળ આર્મી રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.

નેપાળ આર્મીના પ્રવકતા જણાવ્યા મુજબ, હાલ ઇમરજન્સી જેવી સ્થિતિથી છુટકારો મેળવવા માટે MI-17 હેલિકોપ્ટર તૈયાર રાખ્યા છે. આ સાથે રાહત સામગ્રી પહોંચાડવા માટે સિમારામાં કાર્ગો એરક્રાફ્ટ પણ તૈનાત કરાયા છે. તો બીજી તરફ પ્રભાવિત વિસ્તારોમાં 100 જવાનોને તૈનાત કરાયા છે.

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી એ મૃતકોના પરિવારોના પ્રત્યે સંવેદના પ્રકટ કરી છે.

 133 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી