ગુજરાતમાં 27 મહિલા ઉમેદવાર- કેટલી લોકસભામાં પહોંચશે ?

ભાજપ કોંગ્રેસ દ્વારા મહિલાઓને હજુ 33 ટકા અનામત આપવામાં આવી નથી. ટિકીટોની ફાળવણીમાં 33 ટકાનું માપદંડ ધ્યાને લેવાતું નથી. ગુજરાતમાં 26 બેઠકો માંથી ભાજપે 6 મહિલાઓને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે માત્ર 1 જ મહિલા- ગીતા પટેલને ટિકિટ આપી છે.

ગુજરાતમાં 23 એપ્રિલે 26 બેઠકો માટે મતદાન થવાનું છે. ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે. ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારોની યાદી પર નજર નાખીએ તો ભાજપે 6 મહિલાઓને ટિકિટ આપી છે. જેમાં પૂનમ માંડમ, ભારતીબેન શિયાળ વગેરેનો સમાવેશ થાય છે. જયારે કોંગ્રેસે પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખી અમદાવાર પૂર્વ બેઠક માટે PAAS સંગઠનના કાર્યકર્તા ગીતાબેન પટેલને ટિકિટ આપી છે.

ગઈ ચૂંટણીમાં ગુજરાતમાં 16 મહિલાઓ મેદાનમાં હતી. આ વખતે 27 મહિલા ઉમેદવારો છે. તેમાંથી કેટલી મહિલાઓ લોકસભામાં બિરાજશે એતો 23 મેના રોજ પરિણામ જાહેર થાય ત્યારે ખબર પડશે.

 36 ,  3