September 26, 2022
September 26, 2022

UP: નાળામાં બસ ખાબકતા 29 લોકોના મોત, અન્ય કેટલાક ઘાયલ

આગ્રા નજીક યમુના એક્સપ્રેસ-વે પરથી એક બસ નાળામાં ખાબકતાં 29 મુસાફરોનનાં મોત નિપજ્યાં છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, ઈટાવાથી દિલ્હી જઈ રહેલી અવધ ડેપોની જનરથ એક્સપ્રેસ વે પર બસ ડ્રાઈવર સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કુબેરપુર પાસેના નાળામાં બસ ખાબકી હતી જેમાં 29 લોકોનાં મોત નીપજ્યાં છે.

ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરીમાં જોડાઇ ગયા હતા. તો બીજી તરફ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા સીએમ યોગી આદિત્યાનાથે ડીએમ અને એએસપીને રાહત અને બચાવ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે. તેમજ મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની જાહેરાત પણ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સના મતે આ બસ લખનઉથી દિલ્હીની તરફ આનંદ વિહાર આવી રહી હતી. બસ જે નાળામાં પડી તે પુલથી 50 ફૂટ નીચે છે. આ અવધ ડીપીની જનરથ બસ હતી. જેમાં 50 લોકો સવાર હતા. કહેવાય છે કે અકસ્માત ડ્રાઇવરને ઝપકી આવી જતા આ દુર્ઘટના સર્જાઇ હતી. જો કે હજૂ ચોક્કસ કારણ સામે નથી આવ્યું.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી