પાલનપુરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ ઉપર તીવ્રતા 3.1 નોંધાઈ

કમોસમી વરસાદ વચ્ચે પાલનપુરમાં અનુભવાયો ભૂકંપનો આંચકો

પાલનપુરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવવાતા લોકોમાં ફફરાટ ફેલાઇ ગયો હતો. વહેલી સવારે ભૂકંપ અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંન્દુ પાલનપુરથી 61 કિમી દૂર નોંધાયું હતો. જોકે આ હળવા આંચકાથી કોઈ જાનહાનિ સર્જાઈ નથી, ભૂકંપનો આંચકો વહેલી સવારે 3:46 કલાકે અનુભવાયો હતો જેની ત્રીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1ની નોંધાઈ હતી.

મહત્વનું છે કે અગાઉ મંગળવારે પણ પાલનપુરમાં સાંજનાં સમયે 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 136 કિલોમીટર દુર નોંધાયું હતું. ભૂકંપના આંચકા પાલનપુર સહિતનાં આજુબાજુનાં ગામડાઓમાં પણ અનુભવાયા હતા. મહત્વની બાબત એ છે કે, ભૂકંપના આંચકાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નહોતું ત્યારે વધુ એક ભૂકંપના આંચકાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

ભૂકંપના આંચકા ગ્રામીણ વિસ્તારોમાં પણ અનુભવાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં એક ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ પાલનપુર અને તેની આસપાસનાં વિસ્તારમાં પણ ભૂકંપના આંચકાઓનો અનુભવ થતાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી