સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, ઉના નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ

સ્થાનિક લોકોમાં ફેલાયો ફફડાટ

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2.30 વાગ્યાના સુમારે અનુભાવાયેલ ધરતીકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4 નોંધાઈ હતી. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, ભૂકંપના આંચકા બાદ હાલ જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉનાથી આશરે 30 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે, બપોરના સમયે અચાનક આવેલ ભૂકંપના આંચકાને પગલે સ્થાનિકો તાત્કાલિક અસરથી ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ હોય તેવા કોઈ અહેવાલો પ્રાપ્ત થયાં છે.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી