September 22, 2020
September 22, 2020

મણિપુર : સેનાના જવાનો પર ઘાતક હુમલો, ત્રણ જવાન શહીદ, 6 ઘાયલ

હુમલામાં આસામ રાઇફલ્સના ત્રણ જવાનો શહીદ થયા, જ્યારે છ જવાનોને ગંભીર ઈજા પહોંચી

મણિપુરમાં સેનાના જવાનો પર ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ જવાનો શહીદ થયા છે જ્યારે અન્ય 6 જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

મળતી વિગત મુજબ, મ્યાનમારની સરહદની પસો ચંદેલમાં સ્થાનિક સમૂહ પીપલ્સ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ ઘાત લગાવીને કરેલા હુમલામાં 4 આસામ રાઇફલ્સ યૂનિટના ત્રણ જવાન શહીદ થયા છે અને છ ઘાયલ થયા છે.

આતંકવાદીઓએ પહેલા IED બ્લાસ્ટ કર્યો અને પછી સૈનિકો પર ફાયરિંગ કર્યું. ઇમ્ફાલથી 100 કિલોમીટર દૂર આ ક્ષેત્રમાં રિઇન્ફોર્સમેન્ટ મોકલવામાં આવી છે.

મણિપુરના સ્થાનીક ઉગ્રવાદી સમૂહ પીપુલ્સ લિબરેશન આર્મીએ હુમલાને અંજામ આપ્યો છે. સેના તરફથી ઉગ્રવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આ સાથે ભારત-મ્યાનમાર સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

નોંધનીય છે કે, ગયા વર્ષે ચંદેલ જિલ્લામાં જ આસામ રાઇફલ્સના કેમ્પ પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. ઉગ્રવાદીઓએ સૈન્ય કેમ્પમાં બોમ્બ ફેંક્યા હતા. ત્યારબાદ બંને તરફથી ફાયરિંગ થયું હતું. ત્યારબાદ ઉગ્રવાદી નજીકની પહાડીમાં ભાગી ગયા હતા. આ હુમલામાં આર્મીના કોઈ જવાન હતાહત નહોતા થયા

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર