પાંજરાપોળની 3000 ચો.મી.જમીન પચાવી પાડવાના કેસમાં 3ના જામીન રદ

લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ છે, જેની તપાસ ચાલુ છે ત્યારે જામીન નહીં-કોર્ટ

પાંજરાપોળની 3000 ચો.મી.જમીન પચાવી પાડવાના કેસમાં 3ના જામીન કોર્ટે રદ કરી દીધા છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધાયું હતું કે, આરોપી સામે તપાસ જારી છે. તમામ સામે ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની ફરિયાદ છે ત્યારે આવા આરોપીઓને જામીન પર મુક્ત કરી શકાય નહીં.

પાલડી પાસે પાંજરાપોળની 3000 ચો.મી. જમીન ગેરકાયદે રીતે પચાવી પાડવા મામલે એલીસબ્રિજ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ બચુભાઇ પુંજાભાઇ ચુનારા, વિરલ કાનજીભાઇ દેસાઇ અને વિપુલ કાનજીભાઇ દેસાઇની પોલીસે ધરપક કરી જેલમાં મોકલી આપ્યા હતા. જ્યાંથી તમામ આરોપીઓએ જામીન અરજી કરી હતી.

જેમાં એવી રજૂઆત કરી હતી કે, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, આવો કોઇ જ ગુનો કર્યો નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયીર છીએ તેથી જામીન આપવા જોઇએ. જોકે, આરોપીઓની જામીન અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી દલીલ કરી હતી કે, આરોપીઓ જગ્યાએ ગેરકાયદે રીતે ઢોર લાવી ઉપજ મેળવે છે. ઉપરાંત જમીનની આજુબાજુની ખુલ્લી વિશાળ જગ્યામાં પણ ગેરકાયે વાહનો પાર્ક કરવી તથા ખાણીપીણીની લારીઓ પાર્ક કરાવી ગેરકાયદે રીતે
પૈસા મેળવે છે.

આ મામલે પાંજરાપોળ સંસ્થાના વહીવટદારોએ આરોપીઓને જાણ કરતા તેમણે ધમકી આપી હતી, સાક્ષીઓના નિવેદન જોતા આરોપીઓ સામે પ્રથમદર્શિય કેસ બને છે, આ મામલે તપાસ ચાલી રહી છે અને આરોપીઓની તપાસમાં હાજરી જરૂરી છે, આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવે તો સાક્ષી ફોડે અથવા તપાસમાં વિક્ષેપ ઉભો કરે તેવી શક્યતા છે,

 43 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર