September 19, 2020
September 19, 2020

ગુજરાતમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જામશે ચોમાસું

ગુજરાતમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારો માટે પણ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે ગઈકાલથી જ રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. હજુ આજે આવતી કાલે અને પરમદિવસે ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. 27 જુલાઇ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. આજે ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરાઇ છે. તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ આજે વરસાદ રહેશે.

કાલે પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, દાદરા નગરહવેલીમાં પણ કાલે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે 27 જુલાઈના જૂનાગઢ, અમરેલી, પોરબંદરમાં વરસાદ રહેશે. 27 જુલાઇના દ્વારકા, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઝાપટાની શક્યતા છે.

 77 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર