રાજ્ય સરકારનાં કર્મચારીઓ અને પેન્સનરોનાં DAમાં 3 %નો વધારો

ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલે આજે રાજ્યના 9.61 લાખ સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. હાલ કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, મોંઘવારી ભથ્થાના વધારાને કારણે રાજ્યની તિજોરી પર 1071 કરોડનો બોજો પડશે. મોંઘવારી ભથ્થું જૂલાઈના પગારમાં એક સાથે ચૂકવાશે.

આગામી 2 જૂલાઈના રોજ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ વિધાનસભામાં રજૂ થયા પૂર્વે નાણાંમંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારના 9 લાખ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધારીને 15 ટકા સુધી કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ કર્મચારીઓમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પણ આવરી લેવામાં આવ્યા છે.

 11 ,  1